Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોકસભા મતવિસ્તારનું સરેરાશ પ૭.૬૭ ટકા મતદાન નોંધાયું: ૧૪ ઉમેદવારોનું ભાવિ સીલ

ગરમી, નિરસતા સહિતના કારણોસર છેલ્લા દાયકાનું સૌથી ઓછું મતદાનઃ હવે ર૭ દિવસનો ઈન્તેજાર...

જામનગર તા. ૮: લોકસભાની ૧ર-જામનગર બેઠકમાં ગઈકાલે થયેલ મતદાન પ૭.૬૭ ટકા જેટલું મતદાન થયું છે. છેલ્લા એક દસકામાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

આમલોકોએ રાજકારણમાં ઓછો રસ, ગરમી સહિતના અન્ય કારણોસર મતદાન ઓછું નોંધાયું છે. સૌથી વધુ જામનગર (ગ્રામ્ય) માં ૬૦.૭૮ ટકા અને સૌથી ઓછું દેવભૂમિ દ્વારકા વિધાનસભા બેઠક વિસ્તારમાં પ૩.૪૬ ટકા મતદાન નોંધાયું છે. તમામ ૧૪ ઉમેદવારનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થયું છે. હવે ર૭ દિવસ સુધી ઉમેદવારોએ પરિણામની રાહ જોવાની છે.

ગુજરાતની કુલ ર૬ માંથી રપ લોકસભા બેઠક માટે ગઈકાલે મતદાન થયું હતું. જામનગરમાં સવારે ૭ વાગ્યે ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ થયો હતો, જો કે થોડી જ વારમાં મતદાતાઓએ ઉત્સાહ દર્શાવતા પ્રથમ બે કલાકમાં ૮.૮૮ ટકા જેટલું સારૂ મતદાન થયું હતું. પછી દર બે કલાકમાં જાહેર થયેલ આંકડા મુજબ બપોર સુધી મતદાન યથાવત્ જળવાયા પછી બપોરે ગરમીમાં મતદાન ધીમું પડ્યું હતું, જો કે તેમાં ચાર વાગ્યા પછી પુનઃ ગતિ જોવા મળી હતી અને સાંજે ૬ વાગ્યાના અંતે પ૭.૬૭ ટકા મતદાન થયું હતું. જેમાં સવારે ૭ થી ૯ પ્રથમ બે કલાકમાં ૮.૮૮ ટકા મતદાન થયું હતું. પછી તો બે કલાકના અંતે એટલે કે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં ર૦.૮પ ટકા, સવારે ૭ થી ૧ વાગ્યા સુધીમાં ૩૪.૬ર ટકા, ૭ થી ૩ વાગ્યા સુધીમાં ૪ર.પર ટકા, ૭ થી પાંચ વાગ્યા સુધીમાં પર.૩૬ ટકા અને સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પ૭.૬૭ ટકા જેટલું મતદાન થયું હતું.

૧ર-લોકસભા બેઠકમાં ૯,૩૧,૭૧પ પુરુષો, ૮,૮૬,૧૧૩ મહિલાઓ, ૩૬ અન્ય મળી કુલ ૧૮,૧૭,૮૬૪ મતદારો નોંધાયેલ છે. તેમાંથી પ,૮૭,૩પપ પુરુષો, ૪,૬૦,૯ર૩ મહિલાઓ અને અન્ય ૧૩ મળી ૧૦,૪૮,ર૯૧ મત પડ્યા હતાં. એટલે કે પુરુષનું ૬૩.૦૪ ટકા અને સ્ત્રીનું પર.૦ર ટકા તથા અન્યના ૩૬.૧૧ ટકા મળી કુુલ પ૭.૩૭ ટકા મતદાન થયું હતું.

આમ જામનગર બેઠકમાં પ૭.૬૭ ટકા જેટલું મતદાન થયું હતું જે આગલા ૧૦ વર્ષમાં સૌથી ઓછું છે. જિલ્લામાં સૌથી વધુ જામનગર (ગ્રામ્ય) વિસ્તારમાં અને સૌથી ઓછું દેવભૂમિ દ્વારકા બેઠકમાં મતદાન થયું છે.

ગઈકાલે દિવસભર શહેરના અનેક મહાનુભાવોએ મતદાન કર્યું હતું. બપોર પછી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા, રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વગેરેએ પણ મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી.

આમ ભાજપ, કોંગ્રેસ સહિત તમામ કુલ ૧૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે ઉમેદવારોએ પરિણામ માટે ર૭ દિવસ સુધી રાહ જોવી પડશે.

ઓછા મતદાન માટે જુદા જુદા કારણો પ્રકાશમાં આવી રહ્યા છે. ગરમીના પ્રકોપ, રાજકારણમાં ઓછો રસ વગેરે કારણોનો સમાવેશ થાય છે.

જામનગર બેઠકમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પણ મહત્ત્વનો ભાગ ભજવશે, જો કે તેનું મતદાન કેટલા ટકા થયું છે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

હવે આગામી તા. ૪-૬-ર૦ર૪ ના હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh