Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિટીશ કોર્ટમાં સાઈડ ઈફેક્ટ્સનો સનસનીખેજ સ્વીકાર કર્યા પછી નિર્ણયઃ
લંડન તા. ૮: એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં વેક્સિન પરત ખેંચી લેવા એલાન કર્યું છે. કંપની હવે વેક્સિન બનાવશે પણ નહિં અને વેંચશે પણ નહિં. ભારતમાં બનાવવામાં આવેલ કોવિશિલ્ડનો તેમાં પણ સમાવેશ કરાયો છે. કંપનીએ તાજેતરમાં બ્રિટિશ કોર્ટમાં સાઈડ ઈફેક્ટનો સ્વીકાર કર્યો હતો.
અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા જે કોરોનાની રસી આપ્યા પછી ગંભીર આડઅસરોના આરોપોનો સામનો કરી રહી છે, તેણે તમામ કોરોના રસીઓ બજારમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે.
કંપનીએ મંગળવારે કહ્યું કે તે વૈશ્વિક સ્તરે રસી પાછી ખેંચી રહી છે. અગાઉ કંપનીએ પણ રસીની આડઅસર સ્વીકારી હતી, જો કે ફાર્માસ્યુટિકલ નિષ્ણાતોનું કહેવું છે કે આ રસી અન્ય કારણોસર બજારમાંથી દૂર કરવામાં આવી રહી છે.
આ એક યોગાનુયોગ છે કે તે જ સમયે રસી પર પ્રશ્નો ઊભા થયા હતાં. કંપનીએ દલીલ કરી હતી કે અમે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રસીના કારણે આડઅસર થઈ છે. આ સંપૂર્ણપણે સંયોગ છે. બજારમાંથી રસી હટાવવાનું કારણ કંઈક બીજું છે, જો કે કંપનીએ આ અંગે વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. માહિતી અનુસાર બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી પ માર્ચે કરવામાં આવી હતી, જે ૭ મે થી અમલી બની હતી.
નોંધનિય છે કે એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોરોના રસી ટીટીએસ-થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમનું કારણ હોવાનું જણાયું હતું. એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલ વેક્સજાવરિયા નામની રસી, યુકે સહિત અનેક દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી અને દુર્લભ આડઅસરો માટે તેની તપાસ પણ ચાલી રહી છે. તેનાથી પીડિત વ્યક્તિએ લોહી ગંઠાઈ જવાની અને પ્લેટલેટની સંખ્યા ઓછી હોવાની ફરિયાદ કરી છે. ફેબ્રુઆરીમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીકરણ પછી ટીટીએસ થવાની સંભાવના છે.
ટીટીએસના કારણે યુકેમાં ઓછામાં ઓછા ૮૧ લોકોના મોત થયા છે. કંપની મૃત્યુ પામેલા લોકોના પ૦ થી વધુ સંબંધીઓ દ્વારા દાખલ કરાયેલા મુકદમાનો સામનો કરી રહી છે. ભારતમાં કેટલાક પરિવારોએ કંપની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કંપનીએ શું કહ્યું ધ ટેલિગ્રાફે એસ્ટ્રાઝેનેકાને ટાંકીને કહ્યું કે, 'વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે અમને અમારી કોરોના રસી પર ગર્વ છે. એક અંદાજ મુજબ તેના ઉપયોગના પ્રથમ વર્ષમાં જ ૬.પ મિલિયનથી વધુ લોકોના જીવ બચાવાયા હતાં અને વૈશ્વિક સ્તરે ત્રણ અબજથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતાં. અમારા પ્રયાસોને વિશ્વભરની સરકારો દ્વારા માન્યતા આપવામાં આવી છે અને વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial