Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીંગચના બદીયાણી પરિવારના આર્થિક સહયોગથી
વાડીનાર તા. ર૮: વાડીનાર-ભરાણાના લોહાણા પરિવારોના ઉપક્રમે શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સીંગચ-વાડીનાર દ્વારા તા. આઠમી નવેમ્બરને કારતક સુદ સાતમના દિવસે જલારામ જ્યંતીની ભવ્ય ઉજવણી થશે. આ માટે સીંગચ-જામનગરના બદીયાણી પરિવાર આર્થિક સહયોગ પૂરો પાડશે.
આઠમી નવેમ્બરને શુક્રવારે સીંગચ-વાડીનાર રોડ ઉપર આવેલા જલારામબાપાના મંદિરે સવારે ૮ વાગ્યે આરતી, તે પછી ધ્વજારોહણ, ગાયત્રી યજ્ઞ અને બપોરે ૧ર થી સમૂહ ભોજન અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી યોજાશે. આ કાર્યક્રમ માટે સીંગચ, વાડીનાર, ભરાણા વિસ્તારના ગામોના લોહાણા સમાજના પરિવારો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તેમ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ, સીંગચ-વાડીનાર-ભરાણાના પ્રમુખ બાબુભાઈ બદીયાણી અને ઉપપ્રમુખ જગદીશભાઈ દત્તાણીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial