Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકામાં ઓટો રિક્ષાચાલકો પાસે પોલીસે ધરાર બોણી ઉઘરાવ્યાની ચર્ચા

બોણી આપીને ઓટોવાળાઓએ મેળવ્યું અભય વચન!

ઓખા તા. ૨૮: બેટ દ્વારકામાં પોલીસ દ્વારા ઓટો રિક્ષાવાળાઓ પાસેથી બોણી ઉઘરાવી હોવાની વાત વહેતી થઈ છે. ત્રણ આંકડા સુધીની રકમ ઓટોવાળાઓએ ફરજિયાત ચૂકવવી પડી છે.

ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ પછી પ્રવાસનને વેગ મળતા અર્થતંત્ર પણ બળવાન બની રહ્યું છે. ત્યારે બાહુબલી બનવા સુરક્ષાકર્મીઓ જ ભ્રષ્ટ થઈ રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.

બેટ દ્વારકાના રિક્ષાવાળા દ્વારા પોલીસને દિવાળી પહેલા જ અમૂક નિશ્ચિત રકમ ચૂકવી દીધી હોવાની વાત વહેતી થઈ છે. ધરારથી રિક્ષાચાલકોએ બોણી આપવી પડી છે.

યાત્રાધામનો વિકાસ થયા પછી અમૂક રિક્ષા પોલીસની જ છે તેવો પણ ગણગણાટ થઈ રહ્યો છે ત્યારે જે રિક્ષાચાલકોએ બોણી ચૂકવવી પડી છે તેઓને પણ હવે જાણે કે અભય વરદાન મળી ગયંુ છે. ઓટો બોનસ પ્રકરણ અંગે તપાસ યોજવા અને એસપી દ્વારા એક્શન લેવામાં આવે તેવી લાગણી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh