Advertisement
Author: નોબત સમાચાર

ઝાખરની જમીન અંગે મનાઈ હુકમ સામેની અપીલ નામંજૂર

એક આસામીએ કર્યાે છે દવોઃ

જામનગર તા. ર૮: લાલપુરના ઝાખર ગામની એક જમીનમાં ગાડા માર્ગમાં નગરના આસામી અડચણ કરતા હોવાનો દાવો લાલપુર કોર્ટમાં કરાયા પછી તેની સામે મનાઈ હુકમ મળ્યો હતો. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં કરાયેલી અપીલ રદ્દ કરવામાં આવી છે.

લાલપુર તાલુકાના ઝાખર ગામના બાલુભા ભૂપતસંગ વાઢેર નામના આસામીએ ખેતીની જમીનમાં આવવા-જવાના અને ગાડામાર્ગમાં અડચણ કરતા હોવાની રજૂઆત સાથે જામનગરના દામોદર મથુરદાસ તન્ના સામે લાલપુર કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો.

તે દાવા અંતર્ગત અદાલતે દાવાના આખરી નિકાલ સુધી દામોદર તન્નાની અડચણ ન કરવા મનાઈહુકમ ફરમાવ્યો હતો. તે હુકમ સામે દામોદર તન્નાએ જામનગરની જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ અદાલતે રદ્દ કરવા હુકમ કર્યાે છે. વાદી તરફથી ભગવાનજી રાઠોડ, જય રાઠોડ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh