Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકીબેકીનો જુગાર રમતા શખ્સો મળી આવ્યાઃ
જામનગર તા. ૨૮: જામનગરના મોટી ખાવડીમાંથી ચાર મહિલા સહિત છ વ્યક્તિ ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે એકીબેકીનો જુગાર રમી રહેલા શખ્સોને પોલીસે દબોચી લીધા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ ઉપર આવેલા મોટી ખાવડી ગામના ચોરા વિસ્તારમાં શનિવારે રાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે રાત્રે દોેઢેક વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા માનસંગ ગોવુભા જાડેજા, માનભા લાખાજી વાઢેર, મીનાબા ધીરૂભા ચુડાસમા, પ્રજ્ઞાબા સુરૂભા જાડેજા, તેજલબા અરવિંદસિંહ ચુડાસમા, હસુબા ચંદુભા ચુડાસમા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૫૨,૫૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સુભાષબ્રિજ થી સ્મશાન તરફ જવાના રસ્તા પર આવેલા ગેઈટ નજીક શનિવારે સાંજે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા શંકર સોઢાભાઈ બારીયા, ઝાકીર કાસમ દરજાદા નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૂ.૧૦૭૦ રોકડા કબજે લીધા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં તળાવનેસ પાસે શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જેકન જેસુરભાઈ ઘોડા, દશરથ ગગરાજભાઈ સુમાત નામના બે શખ્સને મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડીને ઝડપી લીધા હતા પટમાંથી રૂ.૬૫૦ રોકડા અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.
જામનગરની રતનબાઈ મસ્જિદ પાસેથી નોટના નંબર પર જુગાર રમતા લાલજી કિશોરભાઈ સવાસરીયા, ગોવિંદ કિશોરભાઈ ચુડાસમા નામના બે શખ્સ પકડાયા છે. જ્યારે સુભાષ શાક માર્કેટ પાસેથી એકીબેકી બોલતા મેહુલ રમેશભાઈ પાટલીયા, દિનેશ મગનલાલ ચંદ્રપાલ નામના બે શખ્સ ઝડપાયા છે. અંબર ટોકિઝ પાસે નવા બનતા પુલ નજીકથી રઘુવીર ભગવાનજી વઢીયાર, જયંતિભાઈ દુદાભાઈ બાંભણીયા નામના બે શખ્સ એકીબેકી બોલતા ઝડપાઈ ગયા છે. દિગ્વિજય પ્લોટ-૪૯માંથી આફ્રિદી અજીઝ શેખ અને વિજય માલજી મકવાણા નામના બે શખ્સ પણ એકીબેકી બોલી જુગાર રમતા મળી આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial