Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં ભારતીય કાયદા મુજબ કાર્યવાહી કરવી ફરજિયાતઃ જામનગર કોર્ટનો હુકમ

નગરની પેઢી સામે લંડનની કોર્ટે મંજૂર કર્યાે હતો ક્લેઈમઃ

જામનગર તા. ૨૮: જામનગરની એક પેઢી સામે સ્વીત્ઝર્લેન્ડની એક પેઢીએ લંડનની કોર્ટમાં દાવો કરી રૂ.૧ કરોડનો ક્લેઈમ પાસ કરાવ્યો હતો અને તે રકમ વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ મેળવ્યો હતો. તે હુકમને જામનગરની અદાલતમાં પડકારવામાં આવ્યા પછી અદાલતે ભારતમાં ભારતીય કાયદા મુજબ કાર્યવાહી કરવી ફરજિયાત છે તેમ ઠરાવી લંડનની કોર્ટનો હુકમ બિનઅમલી ઠેરવ્યો છે.

જામનગરના જાણીતા ઉદ્યોગકાર ઓશિયાનીક સોલવન્ટ સાથે વર્ષ ૨૦૦૩માં સ્વીત્ઝર્લેન્ડની મીનરનેટ એસ.એ. નામની કંપનીએ મગફળીના એક્સ્ટ્રેક્શન માટે કરાર કર્યાે હતો. તે કરાર અંતર્ગત માલ ઉપાડવા માટે જામનગર બંદર પર આ કંપનીની સ્ટીમર મોકલવાની હતી. તે પછી સ્વીત્ઝર્લેન્ડની કંપનીએ માલનું પ્રી ઈન્સ્પેક્શન માંગ્યું હતું.

તે બાબતે ખોટો વાંધો ઉભો કરી યુ.કે.ના લંડનમાં ગાફતા એસોસીએશન પાસે અને આર્બીટ્રેટર (કોર્ટ) સમક્ષ સ્વીત્ઝર્લેન્ડની કંપનીએ રૂ.૧ કરોડનો ક્લેઈમ કર્યાે હતો. તે ક્લેઈમ આર્બીટ્રેટરે મંજૂર કર્યાે હતો અને જામનગરની પેઢીને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તે રકમ ચૂકવવા હુકમ કર્યાે હતો.

તે હુકમ પછી ઓશિયાનીક સોલવન્ટની મિલકત જપ્તીમાં લેવા ભારતના આર્બીટ્રેશન એેકટ હેઠળ સ્વીત્ઝર્લેન્ડની કંપનીએ દરખાસ્ત કરી હતી. તે અન્વયે જામનગરની પેઢી દ્વારા વાંધા લેવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આ કંપનીની સ્ટીમર માલ લેવા માટે જામનગર બંદર પર આવી ન હતી અને આર્બીટ્રેટરની નિમણૂક ભારતના કાયદા મુજબ નથી તથા લંડનની આર્બીટ્રેશન એક્ટ મુજબની નથી. કોઈપણ વિદેશમાં આર્બીટ્રેશન અંગે હુકમ થયો હોય તો ફોેરેન એવોર્ડ રેક્ગ્નાઈઝેશન એેકટ મુજબ જજમેન્ટ તથા ડીક્રી મેળવવી ફરજિયાત છે. તે સ્વીત્ઝર્લેન્ડની કંપની દ્વારા મેળવાયું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી સ્વીત્ઝર્લેન્ડની કંપનીની દરખાસ્ત રદ્દ કરી છે. જામનગરની કંપની તરફથી વકીલ પરેશ બુચ, હીરેન વસાવડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh