Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૮: ગુજરાતમાં સાસણગીર પછી હવે એશિયાઈ સિંહોનું નવું રહેઠાણા પોરબંદર, ભાણવડ વિસ્તારના બરડા વન્ય જીવ અભ્યારણ્ય વિધિવત થયું હોય, ર૯-૧૦-ર૦ર૪ ના રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે બરડા જંગલ સફારી ફેઝ-૧ નો પ્રારંભ થશે. જેનાથી પોરબંદર, ભાણવડ વિસ્તારના બરડા ડુંગરની ખ્યાતિમાં વધારા સાથે વન્યપ્રેમીઓના આકર્ષણમાં ઉમેરો થશે.
બરડા ડુંગરની જંગલ સફારીનું ઉદ્ઘાટન ર૯-૧૦-ર૦ર૪ ના શરૂ થયા પછી સફારી શિયાળાના સમયમાં સવારના ૬.૪પ થી ૯.૪પ તથા બપોરે ૩ થી ૬ અને ઉનાળાના સમયમાં સવારે ૬ થી ૯ અને બપોરે ૩ થી ૬ ચાલશે. ૧૬-જુનથી ૧પ ઓક્ટોબર સફારી બંધ રહેશે. તથા ટિકિટ બુકીંગ ડ્યુટી નાકા, પોરબંદર - ભાણવડ રોડ પર રાણાવાવ પછી ઓફલાઈન બુકીંગ થશે.
બરડા સફારી દર્શનમાં ર૭ કિ.મી.નો રૂટ છે. જે કપૂરડી નાકાથી શરૂ થશે તથા ચારણુ આઈ બેરીવર, અજમાપાટ, ભુખબરા સુધી ૬ પેસેન્જરોની ઓપન જીપ્સીમાં ગાઈડ સાથે થશે. સફારી પરમીટ ફી રૂ. ૪૦૦, ગાઈડ ફી રૂ. ૪૦૦ તથા મારૂતિ જીપ્સી ફી રૂ. ર૦૦૦ હજાર રખાઈ છે. જે ટિકિટ બુકીંગ કાઉન્ટર પરથી મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial