Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ-એસ્ટેટ-ફાયરની ટીમે હાથ ધર્યું ચેકીંગઃ
જામનગરના રણજીતસાગર રોડ પર ફટાકડાના કેટલાક સ્ટોલ ઉભા થઈ ગયા હોય. ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા, પીએસઆઈ એમ.એન. રાઠોડના વડપણ હેઠળ પોલીસ ટીમ કિસાનચોકથી માંડી લાલપુર બાયપાસ સુધીના વિસ્તારમાં ચકાસણી માટે પહોંચી હતી. તે દરમિયાન સિદ્ધિ વિનાયક પાર્ક નજીક શિવ ફટાકડા સ્ટોલમાં ચેકીંગ કરાતા તેના સંચાલક વિપુલ પ્રભુભાઈ ગંઢા ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરતા મળી આવ્યા હતા. જ્યારે જય આશાપુરા ફટાકડા સ્ટોલવાળા ચેતન ઘનશ્યામ વશીયર પણ લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચતા હતા. ઉપરાંત ગુરૂ ભગવાન કૃપા ફટાકડા સ્ટોલવાળા દર્શન વિનોદભાઈ ધોકીયા તથા ફટાકડાનો સ્ટોલ ચલાવતા મિલન કિશોરભાઈ લીંબાસીયા પાસે પણ લાયસન્સ ન હોવાનું ખૂલ્યું હતું. ચારેય આસામી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત જામ્યુકોની ટીમે સ્ટોલ ઉભો કરવા મંજૂરી લેવામાં આવી ન હોવાથી સ્ટોલ બંધ કરાવી મંડપ સહિતનો સામાન કબજે કરી લેવાયો છે. પોલીસ, જામ્યુકોની કામગીરીના પગલે ગેરકાયદેસર રીતે ફટાકડાનો સ્ટોલ ખોલી વેપાર કરતા શખ્સોમાં ફદૃડાટ વ્યાપી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial