Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેનના વડાપ્રધાન સાથે ખુલ્લી જીપમાં રોડ-શોઃ ઠેર-ઠેર ઢોલ નગરા-ગરબા સાથે ભવ્ય સ્વાગતઃ સંબોધન
વડોદરા તા. ૨૮: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેની ઉપસ્થિતિમાં સી-૨૯૫ વિમાનના ફાયનલ એસેમ્બલી લાઈન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું તે પહેલાં બન્ને વડાપ્રધાનનો રોડ-શો પણ વડોદરામાં યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝએ આજે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. પછી બન્ને નેતાઓએ વડોદરામાં સી-ર૯પ વિમાનના ફાઈનલ એસેમ્બલી લાઈન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.
વડોદરામાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટાસ્લ) માં સી-ર૯પ વિમાનના નિર્માણ હેતુ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. સ્પેન અને ભારત વચ્ચે પ૬ એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ ૧૬ એરક્રાફટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના ૪૦ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે.
અમરેલીમાં પ્રધાનમંત્રી મોદીનો લગભગ ૪૯૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ પણ છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં રતન ટાટાને યાદ કર્યા. તેમણે કહ્યું કે, "તાજેતરમાં જ આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. જો આજે તે આપણી વચ્ચે હોત તો તેમને ખુશી થાત, પરંતુ તેમની આત્મા જ્યાં પણ હશે, તે ખુશ હશે. આ સી-ર૯પ વિમાન ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને દર્શાવે છે."
વડાપ્રધાને આગળ કહ્યું કે, જ્યારે હું ગુજરાતમાં સીઅમે હતો ત્યારે વડોદરામાં ટ્રેનના કોચ બનાવવા માટે એક ફેક્ટરી લગાવવાનો નિર્ણય કર્યો હતો. રેકોર્ડ સમયમાં ફેક્ટરીને ઉત્પાદન માટે તૈયાર પણ કરી દીધી, આજે આપણે તે ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચ બીજા દેશોને નિર્યાત કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે, ભવિષ્યમાં આ ફેક્ટરીમાં બનેલા વિમાન પણ બીજા દેશોને નિર્યાત કરવામાં આવશે. આપણે આત્મનિર્ભર બનીને એરક્રાફટનું એક્સપોર્ટ પણ કરશું.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રસંશા કરવાની સાથે જણાવ્યું કે, સી-ર૯પ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઈન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે અને આ પ્રોજેક્ટની ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે. ભવિષ્યમાં ભારતને ટેકનોલોજી ટ્રાન્સફરનો સંકેત આપતા તેમણે જણાવ્યું કે, આ ઔદ્યોગિક સહયોગ ઈજનેરો અને ટકિનશિયનોની તાલીમ અને ઘડતરના દ્વારા ખૂલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે.
આ પ્રોજેક્ટ એમએસએમઈના વિકાસને વેગ આપશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખૂબ અગત્યના ગણાવતા સ્પેનના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અમારા દેશમાં ૯૯ ટકા કંપનીઓ એમએસએમઈ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે.
ભારત-સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, મારા માટે આ ખૂબ સન્માનની વાત છે. આ પ્રોજેક્ટ ભારતના એરો સ્પેસ ઉદ્યોગની પ્રગતિનું પ્રતીક છે અને વિકાસના નવા દ્વાર ખૂલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને ઈન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનાવ્યું છે. એવું તેમણે જણાવ્યું હતું.
ભારત-સ્પેનના દાયકાઓથી એકબીજાના વિશ્વસનિય મિત્ર રહ્યાં છે અને આ પ્રોજકેટની ઔદ્યોગિક સંબંધોની મજબૂતીને નવો આયામ મળ્યો છે. ટાટા ઉદ્યોગ સમૂહની તેમણે મહારથીઓમાં મહારથી ગણાવીને પ્રશંસા કરી હતી. ગુજરાતના વિવિધતાસભર ઔદ્યોગિક વિકાસનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટા એરક્રાફટના કાર્યક્રમ સ્થળ સુધી ખૂલ્લી જીપમાં રોડ શો કરવામાં આવ્યો હતો. તેઓનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં ટાટા એરક્રાફટના ઉદ્ઘાટન પૂર્વે વડોદરા એરપોર્ટ વિમાની મથકની કાર્યક્રમના સ્થળ સુધી બન્ને પ્રધાનમંત્રીએ ખૂલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તામાં ઠેર-ઠેર બન્ને પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થિનીઓને મળવા કાફલો રોકાવ્યો
ટાટા ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડશોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતાં અને આ છાત્રાને મળ્યા હતાં. કેટલીક જગ્યાએ તો ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા ત્રાસા તેમજ ગરબાનું આયોજન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial