Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૧ર હજાર કરોડ ખર્ચાશે
નવી દિલ્હી તા. ૨૮: ભારતમાં વર્ષ ૨૦૨૫માં વસ્તી ગણતરી હાથ ધરાશે ૧૨૦૦૦ કરોડનો ખર્ચ થશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોવિડ-૧૯ ને કારણે ૨૦૧૨ને કારણે ૨૦૨૧ માં સમયસર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ન હતી. બીજા વિશ્વયુદ્ધ અને ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધો દરમિયાન પણ વસ્તી ગણતરી અટકી ન હતી.
સ્વતંત્ર ભારત ઈતિહાસમાં પ્રથમ વખત કોવિડ-૧૯ ને કારણે ૨૦૨૧ માં વસ્તી ગણતરી સમયસર હાથ ધરવામાં આવી ન હતી. બીજા વિશ્વયુદ્ધ અને ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધો દરમિયાન પણ વસ્તી ગણતરી અટકી ન હતી. ૨૦૧૧ માં છેલ્લી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવ્યાના ૧૦ વર્ષ પછી ૨૦૨૧ માં વસ્તી ગણતરી હાથ ધરવાની હતી, પરંતુ કોવિડ ૧૯ રોગપાળાને કારણે તેને મુલતવી રાખવી પડી. બાદમાં તંત્ર લોકસભાની ચૂંટણીની તૈયારીમાં ફસાઈ જતાં ચૂંટણી બાદ વસ્તીગણતરી હાથ ધરાશે તેવું નક્કી કરાયું હતું. હવે સરકાર ર૦રપ માં વસ્તી ગણતરી કરવા જઈ રહી છે.
ભારત રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર તરીકે સેવા આપતા મૃત્યુંજય કુમાર નારાયણની કેન્દ્રીય પ્રતિનિધિત્વ ઓગષ્ટ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેમના નેતૃત્વમાં જ દેશમાં વસ્તી ગણતરી હાથ ધરાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. નારાયણ ૧૯૯૫ બેચના યુપી કેડરના અધિકારી છે.
પ્રથમ તબક્કામાં ઘરોની યાદી બનાવવામાં આવશે. આ પછી, રાષ્ટ્રીય વસ્તી નોંધણી કામ આગળ વધશે. દરેક વ્યક્તિને આઈડી નંબર આપવામાં આવશે. આ નંબર સાથે જ વસ્તી ગણતરીમાં વ્યક્તિનો રેકોર્ડ નોંધવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial