Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, કાલાવડ તેમજ લાલપુર પંથકમાંથી એક વર્ષમાં અગિયાર આસામીના ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ

ટ્રેક્ટરમાંથી ટ્રોલી છોડાવી હંકારી ગયેલા શખ્સો સામે પોલીસની તપાસનો ધમધમાટઃ

જામનગર તા. ૨૮: જામનગરના હાપા રોડ પર વસવાટ કરતા એક આસામીની રૂપિયા દોઢ લાખથી વધુની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. તે ઉપરાંત જામનગર તાલુકાના સુવરડા, ધુતારપર, આમરા, મતવા, હર્ષદપુર, દડીયા તેમજ લાલપુરના હરીપર, સણોસરી, ગજણા, મોટી વેરાવળમાંથી ટ્રેકટરની ટ્રોલીઓ ચોરાઈ ગયાની ફરિયાદ પોલીસે નોંધી છે. ગયા વર્ષે કાલાવડના કૃષ્ણપર ગામમાંથી પણ રૂ.૧ લાખની ટ્રોલી ચોરાઈ હતી.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા આમરા ગામમાં રહેતા હીરેનગર ગુલાબગર ગોસાઈ નામના આસામીએ ગયા જાન્યુઆરી મહિનાની પાંચ તારીખે રાત્રે પોતાના ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલી મૂકાવી હતી. તે ટ્રોલી બીજા દિવસની સવાર સુધીમાં ચોરાઈ ગઈ હતી. તેની સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હીરેનભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ.૪૦ હજારની ટ્રોલી ચોરાઈ ગયાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ધુતાર પર ગામના ધીરૂભાઈ ભાદાભાઈ ઝાપડા નામના આસામીની રૂ.૫૦ હજારની કિંમતની ટ્રોલી ગયા વર્ષે તેમના ગામથી મોટી માટલી ગામ વચ્ચેથી ચોરાઈ ગઈ છે. જ્યારે જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાંથી ગયા ફેબ્રુઆરી મહિનામાં ઠેબા ગામના હરકાંત તુલસીભાઈ પટેલ નામના આસામીની રૂ.૭૦ હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ ગઈ હતી. તેની પણ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

લાલપુર તાલુકાના હરીપર ગામના ધીરજભાઈ કાનજીભાઈ અકબરી નામના આસામીની જીજે-૧૦-વાય ૭૧૧૬ નંબરની રૂ.૭૮ હજારની કિંમતની ટ્રોલી ગયા જાન્યુઆરી મહિનામાં ચોરાઈ ગઈ હતી.

જામનગરના હાપા રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં રહેતા અરવિંદભાઈ મોહનભાઈ સોજીત્રા નામના આસામીની રૂ.૧,૬૫,૦૦૦ની ટ્રોલી ગયા એપ્રિલ મહિનામાં ચોરાઈ ગઈ હોવાની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

લાલપુર તાલુકાના મોટી વેરાવળની જગરીયા સીમમાં રાખેલી ખોડિયારકોલોની વાળા જીતેશ નરોત્તમભાઈ કનખરાની જીજે-૩-વાય ૨૧૮૨ નંબરની ટ્રોલી ગયા મે મહિનામાં કોઈ શખ્સ હંકારી ગયો છે. ત્યારે જામનગર તાલુકાના હર્ષદપુર ગામના રામજીભાઈ ભુરાભાઈ માટીયા નામના આસામીની રૂ.૩૦ હજારની ટ્રોલી ચાલુ મહિનામાં ચોરાઈ ગઈ છે.

લાલપુર તાલુકાના મુળીલા ગામના રામભાઈ મૂળુભાઈ કામળીયાની રૂ.૫૦ હજારની ટ્રોલી ગજણા ગામમાંથી મે મહિનામાં ચોરાઈ ગઈ છે. ભણગોર ગામના મહેન્દ્રભાઈ મેહુલભાઈ કરંગીયાની રૂ.૭૦ હજારની ટ્રોલી સણોસરી ગામની સીમમાંથી મે મહિનામાં કોઈ શખ્સ હંકારી ગયો છે. ઉપરાંત ગયા ઓગસ્ટ મહિનામાં દડીયા ગામના ભાવેશ ભગવાનજી નંદાની જીજે-૧૦-યુ ૧૯૫૭ નંબરની ટ્રોલી ચોરી જવાઈ છે.

કાલાવડ તાલુકાના કૃષ્ણપર ગામના દિલીપભાઈ દામજીભાઈ સખીયા નામના આસામીની જીજે-૧૦-વાય ૨૨૫ નંબરની રૂ.૧ લાખની ટ્રોલી ગયા ઓક્ટોબર મહિનામાં ચોરાઈ ગઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh