Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટની ટિકિટ સામાન્ય દિવસો કરતા પાંચગણી વધુ

દિલ્હીથી ઓછા ભાડામાં દિલ્હી જવાય!

અમદાવાદ તા. ર૮: અમદાવાદ-દિલ્હીનું એરફેર પાંચગણું વધી જતા દુબઈ કરતા પણ દિલ્હી જવું મોંઘુ બન્યું છે.

કોઈ અગત્યના કારણથી ફ્લાઈટ દ્વારા અચાનક જ દિલ્હી જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતા પાંચગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતા પાંચગણું વધીને રૂપિયા ર૧ હજારને પાર થઈ ગયું છે.

રજાઓ છેલ્લી ઘડીએ મંજુર થયા પછી છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ ૩૦ ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા ર૧ હજાર જોવા મળે છે.

અમદાવાદથી દુબઈ માટે વન-વે એરફેર રૂપિયા ૧૩,૩૪૦ છે. આમ દુબઈ કરતા પણ દિલ્હી જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા રપ૦૦ થી રૂપિયા ૪૧૦૦ ની    આસપાસ છે.

આ સિવાય અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા ૧૯,૩૯૮, કોલકાતા માટે રૂપિયા ૧૭,૩૧૮ જ્યારે ચંડીગઢ-ગોવા માટે રૂપિયા ૧૩ હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે એરલાઈન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh