Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના કર્મચારીઓની હડતાલઃ નેતાઓનું શંકાસ્પદ મૌન!

જામનગર તા. ૨૮:  ખંભાળીયા નગર૫ાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા દિવાળીના તહેવારો ટાણે જ તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા આઠ-આઠ દિવસથી હડતાલ તથા પ્રતીક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. પરિણામે સમગ્ર શહેરની જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચારે તરફ ગંદકી-કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, વગેરેના કારણે સમગ્ર શહેર ગંદકીગ્રસ્ત થઈ ગયું છે.

આ હડતાલનો અંત કયારે આવશે..? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ખંભાળીયા શહેરના નિવેદનીયા નેતાઓ, અવારનવાર પ્રશ્નો રજુ કરનારા આગેવાનો પણ શહેરમાં પ્રવર્તી રહેલી ગંભીર સમસ્યા અંગે સાવ ચૂપ થઈ ગયા છે! એટલું જ નહીં, ખંભાળીયાના ધારાસભ્ય અને હાલ મંત્રીપદે કાર્યરત કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા કે અન્ય કોઈ રાજકીય ઉચ્ચ ચૂંટાયેલા નેતા પણ સમાધાન માટે કે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે આગળ આવ્યા નથી!

નગરપાલિકાની આર્થિક અને સેટઅપ વગેરેની સ્થિતિ સામે કર્મચારીઓના પ્રશ્નોનો સંતોષકારક કેવી રીતે ઉકેલ લાવવા તેની ગડમથલ ચાલી રહી છે. ખંભાળીયા નગરપાલિકાની આટલી ખરાબ આર્થિક સ્થિતિ માટે જવાબદાર કોણ..? ખંભાળીયા શહેરની વસતિ-વિસ્તાર વગેરેને ધ્યાનમાં લઈને  ન.પા.ના આર્થિક તથા સેટઅપના સ્ટ્રકચરમાં સુધારા-વધારા કરવાની જવાબદારી કોની ?? આજે જે ગંભીર સ્થિતિએ સમસ્યા પહોંચી ગઈ છે તે અંગે અગાઉના ન.પા.ના હોદ્દેદારો, ચીફ ઓફિસર કે અન્ય નેતાઓમાં દીર્ધદૃષ્ટિનો અભાવ, નિષ્ક્રીયતા કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh