Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીયત લથડ્યા પછી નગરના યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૨૮: લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામમાં રહેતા સંગીતાબા જીતેન્દ્રસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના ૫રિણીતા ગઈ તા.૧૧ની સવારે પોતાના કુટુંબી ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા ના ખેતરે બેસવા ગયા હતા. ત્યાં આવેલા રસોડામાં કામ કરતી વેળાએ અચાનક સર્પ નીકળ્યો હતો અને આ પરિણીતાને પગમાં કરડી ગયો હતો. ઝેરી અસર થઈ જતા સારવારમાં ખસેડવામાં આવેલા સંગીતાબાનું રવિવારે મૃત્યુ નિપજ્યું છે. પતિ જીતેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫માં ગણેશ ચોક પાસે રહેતા રવિભાઈ ભીખાભાઈ જેઠવા (ઉ.વ.૩૪) નામના યુવાનની ગઈકાલે બપોરે તબીયત બગડયા પછી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. રેખાબેન રવિભાઈએ પોલીસને જાણ કરી છે.
ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામના મુકેશભાઈ સીકાભાઈ ટંડેલ (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ માછીમારી માટે દરિયામાં ગયા પછી ગઈ તા.૨૪ની બપોરે જમ્યા પછી ધનલક્ષ્મી નામની બોટમાં આરામ કરતા હતા. આ વેળાએ તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. શશીકાંત ટંડેલે પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial