Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના માહોલમાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં પ્રારંભે જ ૯૦૦ પોઈન્ટનો ઉછાળો

નિફટીમાં પણ ઉછાળોઃ રપ૦ પોઈન્ટ વધ્યો

મુંબઈ તા. ર૮: શેરબજારમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો છે અને ૯૦૦ પોઈન્ટનો ઉછાળો પ્રારંભે જ જોવા મળ્યો છે. જ્યારે નિફટીમાં પણ ધૂમ તેજી જોવા મળી રહી છે.

શેરબજારમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણાં દિવસો પછી સેન્સેક્સ અને નિફટીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે લગભગ ૯૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ શુક્રવારનું ક્લોઝિંગ ૭૯૪૦ર.ર૯ રહ્યું હતું. જેના પછી આજે સોમવારે બજાર ખૂલતા જ ફરી એકવાર સેન્સેક્સ ૮૦૦૦૦ ની સપાટી  કૂદાવતા ૯૦૦ જેટલા પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩પ૧.૧૯ ના લેવલને સ્પર્શી ગયું હતું. જ્યારે નિફટી પ૦ ની વાત કરીએ તો તેનું અગાઉ શુક્રવારનું ક્લોઝિંગ ર૪૧૮૦ પર રહ્યું હતું અને આજે સોમવારે ફરી એકવાર નિફટીએ તેજી બતાવી અને ર૪,૪૪૦ ના હાઈલેવલને સ્પર્શ કર્યુ હતું. નિફટીમાં અત્યાર સુધી રપ૦ થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh