Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કર્મચારીઓની હડતાલના કારણે ચારેતરફ ગંદકીનું સામ્રાજ્યઃ શહેરના વેપાર-ધંધાને અસર

ખંભાળીયામાં દિવાળી ગંદકીગ્રસ્ત !

ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયા પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે પાલિકા કચેરી સામે પ્રતીક ઉપવાસ આંદોલન તથા હડતાળ ગત ર૧-૧૦-ર૪ થી શરૂ કરી હતી જે આજે આઠમાં દિવસમાં પ્રવેશ્યું છે.

પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શેરી-ગલીઓ તથા રસ્તામાં સફાઈ થતી તે આઠ દિવસથી બંધ થતાં તથા અનેક સ્થળે ગટરોમાં કચરા ભરાતા તે પણ વિશિષ્ટ હોય તેમ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પોસ્ટ ઓફિસ રોડ, જોધપુરગેટ રોડ, રેલવે સ્ટેશન જીવીજે હાઈસ્કૂલ, રામનાથ રોડ, નગરગેઈટ, બરછા સ્ટ્રીટ, પોરગેઈટ સહિતના વિસ્તારો- પોરગેઈટથી મામલતદાર કચેરી રોડ જેવાં વિસ્તારોમાં રોજ ગટરો છલકાતી હોય તેવી સ્થિતિ થતાં તથા ઠેર ઠેર રસ્તા પર પ્લાસ્ટિક, ગંદકી કપડાના ડુચાના ઢગલાની સ્થિતિ તથા ચાલીને ના નીકળી શકાય તે હદે ગટરના પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળતા આખું ગામ ગંદકીથી ખરડાઈ ગયાની સ્થિતિમાં થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તહેવારો હિન્દુ સમાજના સૌથી મોટા દિવાળીના હોય અને આવી સ્થિતિ આખું ગામ ઉકરડા ગંદકીથી છવાઈ ગયું છે.

ડેપ્યુટી કલેકટર દ્વારા

/ઉપવાસી છાવણીની મુલાકાત

ગઈકાલે ખંભાળીયા ડે. કલેકટર કે.કે. કરમટા ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી તથા કામદારોને પ્રશ્નો તથા હાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તથા પાલિકાના અધિકારીઓ સાથે પણ મુલાકાત યોજીને જિલ્લા કલેકટર તંત્રને રીપોટીંગ કરાયું હતું.

દુકાનદારોને ત્યાં ગ્રાહકો ઓછા થયા

ખંભાળીયામાં જોધપુર ગેઈટ, પોષ્ટ ઓફિસ રોડ, નગરગેઈટ તથા રેલવે સ્ટેશન રોડ વિસ્તારોમાં રોજ ગટરો છલકાતી હામેય ફટાકડાના વેપારીઓ તથા અન્ય દુકાનદારોને ત્યાં પણ ગ્રાહકો ગટરમાં ચાલીને કોણ જાય ? તેમ કરતા તેમના ધંધામાં પણ મોટો ફરક પડી ગયો છે તો ગામમાં દાખલ થતાં જ સ્ટેશન રોડથી મોટા ખાડાથી વાહન ચાલકોનું સ્વાગત થાય ગામમાં પ્રવેશતા પાણીની રેલમછેલમ કયાંક તો ઝરણાં જતાં હોય, પાણી રસ્તાપર વહેતા હોય બહારગામથી આવનારા લોકો જિલ્લાના વડા મથક નહીં પણ ગંદકીથી ભરેલા ગટરોથી ઉભરાઈ કોઈ મોટા ગામડામાં પ્રવેશ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે તો ખંભાળીયા દ્વારકા જિલ્લાના અનેક ગામોમાંથી ધંધા-નોકરી માટે આવીને રહેતા લોકો આ સ્થિતિ જોઈને દીવાળી બેસતું વર્ષ ગામડામાં કરવા તૈયારી કરવા લાગ્યા છે.

ચીફ ઓફિસર દ્વારા

પોલીસમા ફરિયાદ

ખંભાળીયા પાલિકા સફાઈ કામદારો દ્વારા ચાલતા ઉપવાસ આંદોલનમાં ઉશ્કેરાયેલા સફાઈ કામદારો ટોળા સ્વરૂપે નીકળતા હોય સરકારી મિલકતને નુકસાન થાય તેવું હોય પાલિકાના સફાઈ કામના વાહનો લઈ જવા ના દેતા હોય, હવા કાઢી નાખવા પાલિકા પ્રમુખની ચેમ્બરમાં તોડફોડ જેવી ઘટના બની હોય ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા પોલીસતંત્રને સલામતી માટે બંદોબસ્તની માંગણી કરતા પોલીસનો મોટો કાફલો સુરક્ષા તથા વ્યવસ્થા માટે ગોઠવાઈ ગયો છે.

અચાનક ગંદકીના ઢગલા

ખંભાળીયામાં પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ તથા ઉપવાસ આંદોલન ચાલે છે. તેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા રાતોરાત થઈ જાય, પ્લાસ્ટિકના ડુચા ઉડવા સામે કંઈ ના હોય સવારે ગટરો છલકાય જાય, પાલિકાના સદસ્યોના નિવાસ સ્થાન પાસે ગંદકી, મરેલા કૂતરા, ઈંડાના ફોતરા જેવી વસ્તુઓ અચાનક આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh