Advertisement
Author: નોબત સમાચાર

રખડતી ગાયોની સમસ્યા નિવારવા ભાજપના ખર્ચે ગૌશાળા ઊભી કરવાનું સૂચનઃ સામૂહિક રજૂઆત

રવિપાર્ક ટાઉનશીપના રહીશોનો રિવાબાને અનુરોધ

જામનગર તા. ર૮: જામનગરના ઢીંચડા રોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપના રહીશોએ ટાઉનશીપના ગેઈટ સહિત આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા નહીં હોવાથી અવાર-નવાર અકસ્માતો થતા હોવાની ફરિયાદ કરી છે.

આ ઉપરાંત ધારાસભ્ય રિવાબાને સામૂહિક રજૂઆત કરીને વિસ્તૃત પત્ર લખીને ભારતીય જનતા પક્ષ દ્વારા જો પાર્ટીફંડમાંથી ગૌશાળા ઊભી કરીને રખડતી ગાયો-ગૌવંશને ત્યાં રાખવામાં આવે તો સમસ્યા હલ થઈ જાય, કેટલાક લોકોને રોજગારી મળે અને એક ઉમદા કાર્યની કાયમી વ્યવસ્થા થઈ જાય, તેવું સૂચન કર્યુ છે.

ઈ-મેઈલ દ્વારા કરવામાં આવી રહેલી આ રજૂઆતોને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, અને આ પ્રકારનું કદમ જો તમામ મહાનગરોમાં ઉઠાવશે, તો પાર્ટીની લોકપ્રિયતા વધશે, તેવા પ્રતિભાવો પણ સામે આવી રહ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh