Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કિસાનચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલ ઝડપાઈઃ દારૂ ઓનલાઈન મંગાવાયો હતો

નાઘેડીમાંથી નાની મોટી ૧૪૪ બોટલ, બીયરના ૧૨૦ ટીન, ૩૦૦ લીટર દેશી દારૂ પકડાયોઃ

જામનગર તા. ર૮: જામનગરના કિસાનચોક વિસ્તારમાંથી બે શખ્સને એલસીબી દારૂની ૭૪ બોટલ સાથે પકડી પાડ્યા છે. ત્રીજા સાગરિતનું નામ ખૂલ્ય્ૂં છે. આ શખ્સોએ વેચવા માટે દારૂનો આ જથ્થો ઓનલાઈન મંગાવ્યો હોવાની વિગત ખૂલી છે. જૂના હુડકામાંથી એલસીબીએ ૨૭ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો છે. નાઘેડી ગામમાંથી એક શખ્સનો દારૂનો જથ્થો ઝબ્બે લેવાયો છે. જેમાં ર૪ મોટી, ૧૨૦ નાની બોટલ, ૧૨૦ બીયરના ટીન, ૩૦૦ લીટર દેશી દારૂ પણ મળી આવ્યો છે. ધ્રોલ પાસેથી છ નાની બોટલ સાથે એક પરપ્રાંતિય શખ્સ પકડાઈ ગયો છે. પવનચક્કી પાસેથી એક બોટલ કબજે લેવાઈ છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જૂના હુડકો પાસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરાઈ રહી હોવાની બાતમી પરથી શનિવારે સાંજે એલસીબીના સ્ટાફે વોચ રાખી હતી. તે દરમિયાન કિસાન ચોકમાં રહેતો હિરેન અમૃતલાલ ગોરી નામનો શખ્સ ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૭ બોટલ સાથે મળી આવ્યો હતો. એલસીબીએ બોટલ કબજે કરી મોબાઇલ પણ ઝબ્બે લીધો છે. આરોપીએ પોતાના સાગરીત દિગ્વિજય પ્લોટ-૫૮વાળા હરીશ કિશોરભાઈ ચૌહાણનું નામ આપ્યું છે.

જામનગરના એલસીબી સ્ટાફ દ્વારા શનિવારે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન કિસાનચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ વેચાણ માટે મંગાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ઘસી ગયેલી એલસીબી ટીમે સાગર હંસરાજભાઈ હુરબડા તથા રાજેશ જગદીશભાઈ લખીયર નામના બે શખ્સને અંગ્રેજી શરાબની ૭૪ બોટલ સાથે પકડી પાડી રૂ.પ હજારનો મોબાઈલ પણ કબજે લીધો છે. આ શખ્સોએ દારૂનો તે જથ્થો ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સોએ મુંબઈના બોરીવલીમાં રહેતા મૂળ જામનગરની વિશ્રામવાડીવાળા હીરેન ઉર્ફે ધોરીનું નામ પણ આપ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં લીરબાઈ ચોક નજીક એક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા મુન્ના મારવાડી નામના શખ્સના મકાનની તલાસી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૪ મોટી બોટલ તથા ૧૨૦ ચપલા અને બિયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા. તે ઉપરાંત આ મકાનમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ પણ મળી આવ્યો હતો. દરોડા પહેલા મુન્ના મારવાડી નાસી ગયો હતો.

ધ્રોલ તાલુકાના પીપર ગામની ચોકડી પાસેથી શનિવારે બપોરે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની ગણપત અલસીંગ માવડા નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેની પાસેથી બે જુદી જુદી બ્રાંડની દારૂની છ નાની બોટલ મળી આવી હતી.

જામનગરના પવનચક્કી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે દારૂની બોટલ સાથે જઈ રહેલા ગોકુલનગરમાં રહેતા વિશાલ પ્રવીણભાઈ લીલાપરાને પોલીસે પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh