Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં
જામનગર તા. ર૮: જામનગર શહેરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ. ૩૦ કરોડ ૯૧ લાખના ખર્ચને સ્ટેન્ડીંગ કમિટીએ બહાલી આપી છે. રૂ. ર કરોડ ૮૦ લાખના ખર્ચે ૩ નવા ગાર્ડન બનાવાશે. અદ્યતન ટાઉનહોલ માટે રૂ. ર કરોડ ૯૭ લાખનો ખર્ચ તેમજ બે વર્ષ માટેનો સિક્યોરીટીનો રૂ. ૧ કરોડ ૯૦ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, એ.એમ.સી. ભાવેશ જાની અને જીગ્નેશ નિર્મળ તથા ૧૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
ગુલાબનગર ઓવર બ્રીજથી સુભાષ બ્રીજ સુધીના રોડને આસ્ફાલ્ટ રીકાર્પેટ કાર્ય કરવા માટે સ્ટાર રેઈટ ચૂકવવા માટે રૂ. ૪૬.૭૧ લાખનું ખર્ચ મંજુર તેમજ ટાઉનહોલ રીનોવેશન રિપેરીંગ અને એડીશન અલ્ટ્રેશન કરવા નટે રૂ. ર કરોડ ૯૦ લાખનો મસમોટો ખર્ચ મંજુર કરાયો હતો.
શહેરના વોર્ડ નં. ૧ થી ૮ ના મુખ્ય અને આંતરિક રસ્તાઓના આસ્ફાલ્ટ રીકાર્પેટ રીંગ કામ માટે રૂ. ૧ કરોડ ૯પ લાખ અને વોર્ડ નં. ૯ થી ૧૬ માટે રૂ. ૪ કરોડ ૧૧ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
શહેરના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ ઉપર હોટ એપ્લાઈડ થર્મચ્લાસ્ટ પેઈન્ટ, પાર્કિંગ પટાઓ તથા રોડ સાઈનેજીસના કામ માટે રૂ. ૪૮ લાખ ૬પ હજારનું ખર્ચ મંજુર થયું છે.
વિભાપર ગામના રસ્તા પર પાણીની પાઈપલાઈન લેઈંગ અન્વયે તોડવામાં આવેલ રસ્તારમાં જેએમસી શાળાથી વિભાપર હેલ્થ સેન્ટરથી વિભાપર સ્મશાન સુધીના ટ્રેન્થમાં ડામર ચરેડાના કામ માટે રૂ. ૧૪ લાખ ર૮ હજારનો ખર્ચ કરવા નિર્ણય કરાયો હતો.
બિલ્ડીંગ મેઈન્ટનથી સ્વભંડોળમાં જોગવાઈ કરી જાપવાની દરખાસ્તને માન્યરાખી સ્વભંડોળ કેપીટલ હેડે ખર્ચ બુક કરવા મંજુર કરાયું હતું.
જામનગર-રાજકોટ હાઈ-વે માં હોન્ડા શોરૂમ પાસે, મહાપ્રભુજી બેઠક માર્ગે અન્નપૂર્ણા મંદિર પાસે તથા સોનલ નગરમાં ગ્રીન સ્પેશ એન્ડ પાર્કસ પ્રોજેકટ ડેવલોપ માટે રૂ. ર કરોડ ૮૦ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. અહીં ચારેય સ્થળે ધનિષ્ઠ વનિકરણ ગાર્ડન બનાવવામાં આવશે.
વોર્ડ નંબર ૧૬ માં ખાનગી સોસાયટી, ગુજ. હાઉસીંગ બોર્ડની વસાહતમાં લોકભાગીદારી માળખાકિય સુવિધા અન્વયે સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે રૂ. ર૦૦ લાખ, વોર્ડ નંબર-૧૫ માં પણ રૂ. ર૦૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
વોર્ડ નંબર ૧૦,૧૧ અને ૧૨ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂ. પાંચ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. આંતર માળખાકિય સુવિધાની ગ્રાન્ટ અન્વયે મંજુર થયેલ કામને ર૦ર૧-ર૦રર માં લેવા અંગેની દરખાસ્ત અન્વયે રૂ. ૧૩ કરોડ રર લાખનો ખર્ચ આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ હેડે. બુક કરવા મંજુર કરાયુ ંહતું.
શાલીગ્રામ હોસ્પિટલથી બાયપાસ સુધીના રોડ તથા હર્ષદમીલ ચાલીથી મારૂતિ પાર્ક રોડના નવા રોડમાં સેન્ટ્રલ લાઈટીંગના કામ માટે રૂ. ૧૪.૪૭ લાખ વર્ષ ર૦ર૪-૨૦૨૫ માટે જેસીબી (ડોઝર) તથા ટ્રેકટર વીથ ટ્રોલી ભાડેથી સપ્લાય કરવાના કામ માટે વાર્ષિક રૂ. ૪ લાખ પ૦ હજારનું ખર્ચ મંજુર કરાયું હતું.
મહાનગર સેવા સદનની માલ મિલ્કતના રક્ષણ માટે ખાનગી સિક્યોરીટીના બે વર્ષ માટેના રૂ. ૧ કરોડ ૯૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં લેડીઝ જીમ ટ્રેનરની જગ્યા ૧૧ માસના કોન્ટ્રાકટ ધોરણે રાખવા મંજુર કરાયું છે.
ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધીના ૩૦ મીટર પહોળા ડીપી રોડના અમલીકરણ માટેની દરખાસ્ત મંજુર કરી અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો.
મહાનગરપાલિકાના જુદા જુદા લોકેશનમાં સફાઈ કામગીરીની દરખાસ્તમાં વહીવટી ભવન, ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટ્સ સંકુલ, ટાઉનહોલ અને શાક માર્કેટની સફાઈ માટે વાર્ષિક રૂ. પ૮ લાખ ર૦ હજારનું ખર્ચ મંજુર કરાયુ છે. આમ આજની સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં કુલ રૂ. ૩૦ કરોડ ૯૧ લાખના ખર્ચની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial