Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાન મસાલાનો ધંધો ન ચાલતા કાલાવડના યુવકનો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૮: ધ્રોલના ગઢડા ગામમાં ખેતમજૂરી કરતા એક પરપ્રાંતિય શ્રમિકની પત્ની રિસામણે ચાલી જતાં આ શ્રમિકે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી કાલાવડના યુવકે ગળાફાંસો ખાઈ લીધો છે. ઉપરાંત કાલાવડના નવાગામમાં એક શ્રમિક યુવતીએ માવતરે જવાની જીદ્દમાં ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે.
ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં આવેલા રઘુભા હેમભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપૂર જિલ્લાના કઠેવાડા તાલુકાના મંઢાર ગામના વતની નવલસિંગ ઉસીયાભાઈ મંડલોઈ નામના ૨૫ વર્ષના શ્રમિકે ગયા સોમવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઝેરી દવા પી લીધી હતી.
સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નેકનામ ગામમાં મજૂરીકામ કરતા પ્રદીપ ખુમસિંગ મંડલોઇએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ નવલસિંગના પત્ની થોડા દિવસ પહેલા પોતાના માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા. તે બાબતનું માઠ ું લાગી આવતા આ યુવાને જે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યું હતું તે ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે નિવેદન પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડના જીવાપર રોડ પર મોમાઈનગરમાં રહેતા ચિરાગભાઈ મનજીભાઈ પાટડીયા નામના કોળી યુવાન ત્યાં જ પાન મસાલાની દુકાન ચલાવતા હતા. થોડા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે ચિરાગભાઈ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. તેનાથી કંટાળી જઈ આ યુવાને શનિવારે રાત્રે પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતા પિતા મનોજભાઈ જીવાભાઈ પાટડીયાએ ચિરાગને નીચે ઉતારી સારવાર માટે ખસેડયો હતો પરંતુ સારવાર કારગત નિવડેે તે પહેલા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના વતની રેખાબેન વિક્રમભાઈ મેંડા નામના બાવીસ વર્ષના પરિણીતાએ પતિ વિક્રમ સાથે વાત કરી દિવાળીના તહેવાર નિમિત્તે માવતરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વેળાએ પતિ તેમજ સાસુ અને સસરાએ બે દિવસ પછી બધા સાથે જ વતનમાં જઈશું તેમ કહેતા માઠું લાગી આવવાથી ગઈકાલે સવારે રેખાબેને પ્લાસ્ટિકની દોરી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. નીચે ઉતારી આ મહિલાને સારવાર માટે કાલાવડ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. નારીયા વસનાભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial