Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા કંપનીના કામો ચાલુ નહીં કરવા દેવા ઉગ્ર રજુઆત કરાઈ

જામનગર જિલ્લા પંચાયતનું વિવાદાસ્પદ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવાનું પ્રકરણ

જામનગર તા. ૨૮: જામનગર જિલ્લા પંચાયતમાં બહુ ચગેલા અને સતાધારી પક્ષના શકવર્તી ઠરાવના પ્રકરણમાં જામનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કર્મચારીઓએ ડીડીઓને વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરી બ્લેક લીસ્ટેડ થયેલ જુનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રકશન નામની કંપનીને ચાલુ કામો ચાલુ નહીં કરવા દેવા ઉગ્ર રજુઆત કરી છે.

ગુજરાત સરકાર મા.મ. વિભાગ ગાંધીનગર ખાસ ફરજ પરના અધિકારીના પત્રથી સ્વસ્તિક કન્સ્ટ્રકશન જુનાગઢની નોંધણી માર્ગ મકાન વિભાગ ગુજરાત રાજ્યમાંથી ત્રણ વર્ષ માટે એબેન્સમાં મૂકેલ છે અને અગાઉ આ એજન્સી દ્વારા અત્રેની વિભાગીય કચેરી હેઠળ ચાલતા કામમાં કામના સ્થળે અત્રેના અધિકારી સાથે મારામારી કરીને અસામાજિક કૃત્ય કરેલ છે. સમગ્ર જિલ્લાના તાંત્રિક તથા વહીવટી સ્ટાફ દ્વારા આ ઈજારદારની વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા માટે રાજુઆત કરેલ તેમજ તાંત્રિક તથા વહીવટી સ્ટાફ દ્વારા આ ઈજારાદારને ગુણવત્તા યુકત કામગીરી કરાવવા માટેની સૂચના આપતા ઈજારદાર દ્વારા ભૂતકાળમાં પણ ચાલુ કામોની સાઈટ પર મનમાનીથી કામો કરાવતા હોઈ અને તેમની મનમાની અટકાવતા ઝગડાઓ તથા ઘર્ષણ કરેલ છે. ધાક-ધમકીઓ આપેલ છે. જેથી આ ઈજારદાર પાસે એક પણ કામ ન કરાવવા અંગે રજુઆત છે. આ ઈજારદાર દ્વારા પત્રથી અધૂરા-ચાલુ કામ અંગે નિર્ણય થવા અર્થે રજુઆત કરેલ, જે અંગે કાર્યપાલક ઈજનેર દ્વારા સરકારમાં નિર્ણય અર્થે સાદર કરેલ છે. જેનો કોઈ નિર્ણય હાલ થયેલ નથી.

તાજેતરમાં તા. ર૪-૧૦-ર૪ ના યોજાયેલ જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે કે આ પેઢીના આજની તારીખમાં ચાલુ કામો, તેઓની પાસે જ પૂર્ણ કરાવવા. જે બાબતથી તમામ અધિકારી-કર્મચારીગણ અસહમત છે. તેમજ નજીકના ભૂતકાળમાં આ ઈજારદારના માણસ દ્વારા જો બપોરના ર વાગ્યે ગ્રુપ બનાવીને ગામ વચ્ચે સરાજાહેર હુમલો કરતા હોઈ, તો ભવિષ્યમાં સવારે વ્હેલા પ વાગ્યે દૂરના એરિયામાં ઈજારદારની માલિકીના ડામર પ્લાન્ટ પર કરવામાં આવતી કામગીરી દરમિયાન ઈજારદાર કે તેઓના કર્મચારી આવા ભયના માહોલમાં જીવના જોખમે આ ઈજારદાર પાસે કોઈ પણ પ્રકારની કામગીરી કરાવવા માગતા નથી અને એજન્સી દ્વારા જો ગેરહાજરીમાં ચાલુ કામમાં કોઈ પણ કામગીરી એકતરફી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ઈજારદારની અંગત રહેશે જેના માટે અમો જવાબદાર રહેશું નહીં. આથી આ એજન્સીના ચાલુ કામોના જે તે સ્ટેજે ચૂકવણા કરી એજન્સીને છૂટી કરવા માંગણી કરવામાં આવી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh