Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદનું બપોરનું સત્ર રદ્
નવી દિલ્હી તા. ૧પઃ સુપ્રિમ કોર્ટ અને સંસદના પાર્કિંગમાં એક પછી એક બે બોમ્બ ધડાકા થતા બ્રાઝિલમાં ખળભળાટ મચ્યો છે. આ બોમ્બ ફેંકનારનું જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.
બ્રાઝિલની સુપ્રિમ કોર્ટની બહાર એક-પછી એક બે બોમ્બ ધડાકા થતાં ખળભળાટ મચ્યો હતો. બ્રાઝિલમાં સુપ્રિમ કોર્ટની બહાર એક વ્યક્તિએ સુપ્રિમ કોર્ટની બહાર સ્થિત એક સ્ટેચ્યુ પર બોમ્બ ફેંક્યો હતો, પરંતુ તે બોમ્બ પાછો ઉછળીનેની પાસે જ આવતા તેમાં તેનું મોત થયું હતું. અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઉપરાંત સંસદના પાર્કિંગમાં પણ બોમ્બ ધડાકો થયો હતો. બ્રાઝિલની સુપ્રિમ કોર્ટે જણાવ્યા પ્રમાણે સેસન પૂર્ણ થયા પછી સાંજે લગભગ સાડાસાત વાગ્યે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ બોમ્બ ધડાકો થતા જ કોર્ટમાં હાજર ન્યાયાધીશો, કર્મચારીઓ અને તમામ લોકો તુરંત કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતાં.
બ્રાઝિલના લેફ્ટનન્ટ ગવર્નર સેલિનો લિયોએ જણાવ્યું હતું કે સંદિગ્ધે પહેલા સંસદના પાર્કિંગમાં એક કાર હુમલો કર્યો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્પીકર આર્થર લીરા અનુસાર લીઓએ આ હુમલા પછી જોખમથી બચવા માટે ગુરૂવારે સંસદનું બપોરનું સેસન રદ્ કરવાની સલાહ આપી હતી. જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી.
બ્રાઝિલિયાના થ્રી પાવર્સ પ્લાઝામાં સુપ્રિમ કોર્ટની બહાર લગભગ ર૦ સેકન્ડના અંતરે વિસ્ફોટ થયો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા દિવસ પહેલા બ્રાઝિલના મેસિયોમાં એક ઘર પર હુમલો થયો હતો. જેમાં ૧૦ વર્ષિય બાળક સહિત ૩ લોકોના મોત થયા હતાં અને પાંચ ઘાયલ થયા હતાં. આ વિસ્ફોટના લીધે ર માળની ઈમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી. જેમાં ર૦ એપાર્ટમેન્ટ હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial