Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનસીબી-એટીએસ-કોસ્ટગાર્ડનું દરિયામાં દિલધડક ઓપરેશનઃ બાતમી મળતા જ એજન્સીઓ સતર્કઃ ફાયરીંગ થયું હોવાનો અહેવાલઃ
પોરબંદર તા. ૧પઃ પોરબંદરના દરિયામાં એક દિલધડક ઓપરેશન પછી એનસીબી, એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા અંદાજે રૂા. ૬૦૦ કરોડનો પ૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. ટૂંક સમયમાં આ અંગે અધિકૃત ઓથોરિટી દ્વારા જાહેરાત થશે.
ગુજરાતના દરિયા કિનારેથી અત્યાર સુધી અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોરબંદર નજીક દરિયામાં દિલધડક ઓપરેશન પછી એનસીબી અને એટીએસ દ્વારા પ૦૦ કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઘટનામાં કેટલાક આરોપીઓ ઝડપાયા છે તેની માહિતી હાલમાં સામે આવી રહી નથી, પરંતુ આ ઓપરેશનને લઈ એટીએસ ટૂંક સમયમાં માહિતી આપશે, તેમ જણાવાઈ રહ્યું છે.
ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી જંગી જથ્થામાં ડ્રગ્સ ઝડપ્યું છે. એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને ૧૪ પાકિસ્તાનીઓને ઝડપ્યા છે.
આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે. અંદાજિત ૬૦૦ કરોડનું ડ્રગ્સ પ્રાપ્ત થતા અહેવાલ મુજબ પાકિસ્તાની બોટચાલકે એસીબી પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. એનસીબીના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો છે. મળતા અહેવાલો મુજબ ૭૮ પેકેટમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેન કરાયા છે. સમગ્ર ઘટનામાં ફાયરીંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે. એટીએસ એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ હવે એનસીબી કરશે. પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું છે. આરોપી પકડાયા પછી ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હતું. ફાયરીંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.
હેરોઈન જે રિસિવ કરવાના હતાં તે લોકો ભારતીય ન હતાં. ઝડપાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતું.
ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા ૩પ૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જે પછી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી, જેમાં ઈરાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ લઈને આવી રહેલા પાંચ ક્રૂ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોરબંદરના દરિયાકાંઠાથી ૧ર મી માર્ચે ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. ૪૮૦ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. પોરબંદરથી ૩પ૦ કિ.મી. દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડ્યો હતો. ૭૦ થી ૮૦ ડ્રગ્સના પેકેટ સાથે ૬ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ હતી.
ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત એટીએસના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂા. ૧૦ લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial