Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શીખસમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં: સેજપાઠજીની સમાપ્તિઃ શબ્દકીર્તન સાથે સમાપન
જામનગરમાં ગુરૂદ્વારે ગુરૂસિંઘ સભામાં ગુરૂનાનકજીની પપપ મી જન્ટ્ઠમ જયંતી ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરૂદ્વારામાંથી પ્રભાતફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું. જે આજે ૧પ નવેમ્બરના દિવસે સેજપાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરૂ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા છે. ગુરૂનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલુજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે. શીખ ધર્મના પહેલા ગુરૂનાનકદેવજી હતાં. તેમના તનસિદ્ધાંતો હતાં. 'નામ જપોઃ કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશાં ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળી ને સંપીને લોકોની સેવા કરો, તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતાં ત્યાં તે જોતોજોત સમાગએ (દેવ લોક) ગયા હતાં.' આજે આખું વિશ્વ ગુરુનાનક દેવજીની પપપ મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે જામનગરના ગુરૂદ્વારામાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. આજે ૧૦ વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપસિંઘજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારપછી 'ગુરૂકા લંગર' પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શીખ સમાજ અને સિંધી સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial