Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧પઃ ગુજરાત રાજય સરકાર કામ કરે છે, પણ તેમના જ વિભાગોનું સંકલન ન હોય કે વ્યવસ્થિત કામ ના થતું હોય તેવું તાજેતરમાં ડી.એ.પી. ખાતાની અછતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સમાજ કલ્યાણ વિભાગની સરસ્વતી સાધનાની ધો. ૯ ની છાત્રાઓને અપાતી સાયકલની યોજના પણ આવાજ ઘટનાક્રમનું ઉદાહરણ બની છે.
રાજ્યમાં દ્વારકા જિલ્લા સહિત અનેક જિલ્લાઓને ધો. ૯ ની ગત્ વર્ષની સાયકલો પણ મળી નથી અને આ વર્ષે પણ ફોર્મ ભરાઈ ગયા અને હવે બીજુ સત્ર દિવાળી વેકેશન પછી તાજેતરમાં શરૂ થશે, પણ આ વર્ષે પણ સાયકલ હજુ હવામાં જ છે...!!
બક્ષીપંચની છાત્રાઓ, એસ.સી. એલ.ટી. તથા ઓછી આવકવાળા પરિવારની છાત્રાઓને શાળાએ નિયમિત રીતે પહોંચવા ધો. ૯ માં સાયકલો અપાય છે. ધો. ૮ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને ધો. ૯ માં હોવાથી શાળાએ જવા સાયકલ મળે જેથી છાત્રા આનંદિત થઈને 'સરસ્વતી' સાધના કરે પણ ગયા વર્ષની સાયકલો પણ હજુ મળી નથી અને આ વર્ષની ક્યાંથી મળે...?
વાલીઓ મઝાકમાં કહે છે ધો. ૯ માં ફોર્મ ભરવાનું સાયકલ ધો. ૧૦ માં મળશે...!! જો સાયકલ ના આપવાની હોય તો ફોર્મ ભરાવી છાત્રાઓને શા માટે લલચાવાય છે...! તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે, પહેલા શાળા શરૂ થતા અગાઉ તુરંત સાયકલ અપાતી, તો હવે કેમ નહીં...? તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial