Advertisement
Author: નોબત સમાચાર

મેદાન ભાડે રાખનાર કે ઉપયોગ કરનાર પાસે જ પ્રદર્શન ગ્રાઉન્ડ સાફ કરાવોઃ લોક વિચાર મંચ

સરકાર હસ્તકના આ મેદાનની સફાઈ માટે જવાબદાર કોણ?

જામનગર તા. ૧૫: જામનગરના સાત રસ્તા પાસેના પ્રદર્શન મેદાનમાંથી કચરાનો નિકાલ કરવા અને મેદાનથી સઘન સફાઈ કરવા જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

લોક વિચાર મંચ જામનગરના અધ્યક્ષ સદેવંત મકવાણાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, પ્રદર્શન મેદાનમાં વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમો આયોજીત થતા રહે છે. જેમાં સરકારી, બિન સરકારી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સરકારને મોટી રકમની ભાડા પેટે કમાણી થાય છે પરંતુ કાર્યક્રમો પૂર્ણ થયા પછી ત્યાં સફાઈ કરવામાં આવતી નથી. આથી શહેરની મધ્યમાં જાહેરમાં-ખુલ્લામાં જોવા મળતું મેદાન ગંદકી-કચરા સાથે નજરે ચઢે છે. આથી સંબંધિત જવાબદારને આ અંગે તાકિદ કરવી જોઈએ અને મેદાન સાફ-સુઘડ રહે તેની તકેદારી રાખવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh