Advertisement
Author: નોબત સમાચાર

નાસ્તાની દુકાનમાં કામ કરતા તરૂણને મુક્ત કરાવી દુકાનદાર સામે કાર્યવાહી

બાતમીના આધારે શ્રમ અધિકારી દોડી ગયાઃ

જામનગર તા. ૧૫: જામનગરના ખંભાળિયા નાકા પાસે નાસ્તાની એક દુકાનમાં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને નોકરી પર રાખી કામ કરાવાતું હતું. ત્યાં ધસી ગયેલા શ્રમ અધિકારીએ બાળકને મુક્ત કરાવી દુકાનના સંચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા એક નાસ્તા ભુવનમાં બાળકને નોકરી પર રાખી તેની પાસે કામ કરાવાતું હોવાની વિગત જામનગરની સરકારી શ્રમ અધિકારીની કચેરીને મળતા શ્રમ અધિકારી ડી.ડી. રામી તથા સ્ટાફે ગઈકાલે ચકાસણી હાથ ધરી હતી.

તે દરમિયાન ખંભાળિયા નાકા નજીક આશાપુરા નાસ્તા ભુવનમાં ૧૪ વર્ષથી ઓછી વયનો એક બાળક કામ કરતો જોવા મળ્યો હતો. તે બાળકને મુક્ત કરાવી નાસ્તા ભુવનના માલિક ચેતન જયંતિભાઈ નંદા સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh