Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં
જામનગર તા. ૧૫: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી ૨૦ નવેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી ફરજ અને બંદોબસ્ત માટે જામનગર સહિત ગુજરાત ભરના ૧૦,૦૦૦ થી વધુ હોમગાર્ડઝના જવાનો ટ્રેન અને બસ મારફતે મુંબઈ રવાના થશે.
જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ એલ. સરવૈયાની આગેવાનીમાં જામનગરના જવાનો સહિતના ૨,૧૦૦ જવાનોની સ્પેશિયલ ટ્રેન આજે સાંજે સાત વાગ્યે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ રવાના થશે.
મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્ત માટે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ ૨,૧૦૦ આજે સાંજે ૭ કલાકે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થઈ જુદા જુદા જિલ્લાઓમાંથી હોમગાર્ડઝ સભ્યોને લઈ મુંબઈ પહોંચશે. જેમાં ૪૬ હોમગાર્ડઝ અધિકારીઓ પણ જોડાશે. આ સમગ્ર ટ્રેન ઈન્ચાર્જ તરીકેની જવાબદારી તેમની અત્યાર સુધીની કામગીરી જોઈને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ એલ. સરવૈયાના નેતૃત્વ હેઠળ સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial