Advertisement
Author: નોબત સમાચાર

રહેણાંકમાં ઘોડીપાસા વડે રમાતો જુગાર ઝડપાયોઃ અઢી લાખનો મુદ્દામાલ કબજે

જુગાર રમતા દસ સહિત અગિયાર પકડાયાઃ

જામનગર તા. ૧૫: જામનગરના ગુલાબનગર નજીકના ક્રિષ્ના પાર્કમાં એક મકાનમાં ગઈરાત્રે ઘોડીપાસા વડે રમાતા જુગાર પર એલસીબીએ દરોડો પાડી ૧૧ શખ્સને ઝડપી લીધા છે. એક શખ્સ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો અને ૧૦ શખ્સ રમવા માટે આવ્યા હતા. રોકડ, બાઈક, મોબાઈલ મળી રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જામજોધપુરના સંગચિરોડામાંથી જુગાર રમતો એક શખ્સ મળી આવ્યો છે. ત્રણ નાસી ગયા છે.

જામનગરના ગુલાબનગર નજીક રિલાયન્સ કં૫નીના પંપ નજીકના ઢાળીયા પાસે ક્રિષ્ના પાર્કમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી રાત્રે બે વાગ્યે પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ  સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા ફૈઝલ અબ્દુલ ખેરાણી નામના શખ્સના મકાનમાં ફૈઝલને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમતા હાસમ ગુલાબભાઈ જીવરાણી, રહીમ ઈબ્રાહીમ ખીરા, સદામ અબ્બાસ કોચલીયા, અરૂણ નાથાભાઈ પરમાર, અબ્દુલ યુસુબ ખફી, શાહબાઝ અલ્તાફ ખીરા, મહેન્દ્ર કેશુભાઈ મકવાણા, સોહિલ અલારખા ખીરા, મહંમદ ઈકબાલ શેખ, ઈમરાન અનવર ખેરાણી નામના દસ શખ્સ મળી આવ્યા હતા.

એલસીબીએ પટમાંથી રૂા.૭૯૨૦૦ રોકડા, ચાર મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૂા.૨,૪૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ અગિયાર સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા પ્રવીણ બેચરભાઈ સોલંકી નામના શખ્સને શેઠવડાળા પોલીસે પકડી પાડ્યો છે. પોલીસને જોઈને રમેશભાઈ માધાભાઈ સોલંકી, ઈકબાલ બાબુભાઈ મલેક, દેવેન્દ્રસિંહ કાળુભા ચાવડા નામના ત્રણ શખ્સ નાસી ગયા છે. પટમાંથી રોકડ તથા ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh