Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગુલાબી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. ગ્રામ્ય તથા નગરસીમ વિસ્તારો અને ધોરીમાર્ગો પર રાતથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય દિવસ કરતા વધારે ઠંડી અનુભવાઈ રહી છે. જામનગરમાં ઠંડી અને ગરમભરી મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા બપોરે અનુભવાતા આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૬૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial