Advertisement
Author: નોબત સમાચાર

કર્ણાટકમાં દારૂના વેપારીઓ પાડશે હડતાલઃ દસ હજારથી વધુ વાઈન શોપ રહેશે બંધ!

આબકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના વિરોધમાં

બેંગ્લુરૂ તા. ૧પઃ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર સામે દારૂના વેપારીઓએ ૧૦ હજારથી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન કર્યું છે. આબકારી વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં દારૂના વેપારીઓ હડતાલ પાડશે

કર્ણાટકના ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશને રાજ્યમાં સ્થિત ૧૦,૮૦૦ થી વધુ ખાનગી દારૂની દુકાનોને ર૦ નવેમ્બરે બંધ પાળવા આદેશ આપ્યો છે. આબકારી વિભાગે કથિત રૂપે ભ્રષ્ટાચાર અને સરકાર દ્વારા તેમની માગ પર ધ્યાન ન આપવાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે.

આ બંધના કારણે કર્ણાટકમાં તમામ ખાનગી દારૂની દુકાનો બંધ રહેશે. માત્ર સરકારી દુકાનો ખુલ્લી રહેશે. એસો.એ કર્ણાટક આબકારી અધિનિયમની કલમ ર૯ માં સુધારા કરવાની માગ કરી છે, જે સરકારી અધિકારીઓને આબકારી લાયન્સ તથા પરમિટ રદ્ કરવાનો હક્ક આપે છે.

એસો.એ રાજ્યના આબકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા માંગ ઊઠાવી છે, તેમજ તેનો નાણા મંત્રાલયમાં વિલય કરવા અપીલ કરી છે. કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘે એસો.ના નિર્ણયનું પાલન કરવાનો ઈનકાર કર્યો છે.

ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસો.ના મહાસચિવ બી. ગોવિંદરાજ હેગડેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની માગ સંતોષવા માટે એક બેઠક કરવી જોઈએ, જો કે વિભાગ પાસે બજેટ ન હોવાથી તેમણે નાણા મંત્રાલયના નિયંત્રણ હેઠળના નાણા વિભાગમાં આબકરી વિભાગનો વિલય કરવો જોઈએ.

બીજી તરફ કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘના સચિવ ગોવિંદા કૌલાગીએ કહ્યું કે વાઈન મર્ચન્ટ એસો. પર તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના ર૦ નવેમ્બરે દારૂની દુકાનો-બાર બંધ રાખવાની જાહેરાત કરી છે, જે એકતરફી નિર્ણય છે. અમે આ ક્ષેત્રે મોટાપાયે રોકાણ કર્યું છે. અમે વધારાની વાર્ષિક ડ્યુટી પણ ચૂકવીએ છીએ. જેમાં ઘટાડો કરવા ઉપરાંત અમને પણ પ્રોફિટ માર્જિનમાં ર૦ ટકા હિસ્સો આપવાની માગ છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં હેગડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે, કર્ણાટકમાં દારૂના વેપારીઓ પાસેથી ચૂંટણી પેટે રૂા. ૭૦૦ કરોડની લાંચ લેવામાં આવી છે. આ આરોપને પાયાવિહોણા ગણાવી મોદીએ જવાબ આપ્યો હતો કે, અમારા કોઈપણ પદાધિકારીએ કોઈ લાંચ લીધી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh