Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેઠકમાં વર્ષ-ર૦રર-ર૩ ના ઓડીટ અહેવાલ પણ મંજૂર કરાયો
જામનગર તા. ૧૫: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂા. ૧૮ કરોડ પપ લાખના વિકાસ કામના ખર્ચને મંજૂરી અપાઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની ગઇકાલે સાંજે મળેલી સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક મા કુલ રૂા.૧૮ કરોડ ૫૫ લાખ નાં વિવિધ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠક ગુરૂવારે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત ઇન્ચાર્જ મેયર અને ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર , ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશ્નરશ્રી (વ.) ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યા હતા. જામનગર શહેરના અલગ-અલગ વિસ્તાર માં આસ્ફાલ્ટ પેચવર્ક / આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે ની બે દરખાસ્ત મા કુલ રૂા. ૩.૫૫ કરોડ નો ખર્ચ મંજુર કરવા આવ્યો હતો.
તા. ૧લી મે ૨૦૨૩ ગુજરાત સ્થાપના દિનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી યોજનાની ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. ૨ સોનલનગર એફ.પી. નં. ૧૦૨, ટી.પી. સ્કીમ નં. જેએમસી કોમન પ્લોટમાં નંદઘર માટે કમ્પાઉન્ડ વોલ તથા ગાંધીનગરમાં સ્કુલ નં. ૩૨ / ૫૦ પાછળ નંદઘર માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂા. ૧૩.૩૦ લાખ અને સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. ૨ સોનલનગર આંગણવાડી કેમ્પસ તથા સ્કુલ નં. ૩૨ / ૫૦ ના કેમ્પસમાં સી.સી. બ્લોક / પેવર બ્લોકના કામ અંગે રૂા. ૧૪.૫૦ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સીવીલ નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી- જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઇપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અન્વયે રૂા. ૧.૧૪ કરોડ , ૧૫ માં નાણાપંચની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧૧ માં ગુલાબનગર દયાનંદ સોસાયટીમાં કમ્પાઉન્ડ સાથે કોમ્યુનીટી હોલ બનાવવાના કામ માટે રૂા. ૧૪.૫૩ લાખ , શહેર ઝોન-૨ માં જુદી જુદી જગ્યા એ ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાના મજુરી કામ અંગે વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂા. ૨૩.૨૩ લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સપ્લાય ઓફ આઈ.એસ.આઈ. માર્ક ૧૫૦ થી ૨૦૦ એમ.એમ.ડાયા કે-૭ કલાસ ડી.આઈ.સી.એલ. પાઇપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) કન્ફમીંગ ટુ આઈ.એસ. ૮૩૨૯/૨૦૦૦ બીયરીંગ આઇ.એસ.આઇ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના કામ અંગે રૂા. ૯૫.૮૮ લાખ , ટ્રાન્સપોર્ટેશન, લોવરીંગ, લેઈગ ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ ઓફ ૧૧૦૦ એમ.એમ. ડાયા એમ.એસ. એન્ડ ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. કે-૭ પાઈપ લાઈન એટ ધૂંવાવ બ્રીજ ઈન્કલુંડીંગ કનેકશન વિથ એકઝીસટીંગ પાઈપ લાઈન એન્ડ ડીસમેન્ટલીંગ એન્ડ રીમુવિંગ ઓફ એકઝીસ્ટીંગ ૧૧૦૦ એમ.એમ. ડાયા એમ.એસ. એન્ડ ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપ લાઈન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ રીમુવડ પાઈપ લાઈન એટ જે.એમ.સી. ખીજડીયા સ્ટોર ફોર શીફટીંગ ઓફ પાઈપ લાઈન ઈન કન ્સ્ટ્રકશન ઓફ ધુંવાવ બ્રીજના કામ અંગે રૂા. ૨૪.૯૫ લાખ નો મંજુર રાખવામાં આવ્યો હતો.
ચીફ ઓડીટર તરફથી રજુ થયેલ જામનગર મહાનગરપાલિકાનો સને ૨૦૨૨-૨૩ નો ઓડીટ-અહેવાલ ને મંજુર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અધ્યક્ષ સ્થાને થી એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકાના ભાગ નંબર ૧ થી ૮ માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવા નું કામ અંગે ૪ માસ અથવા નવુ ટેન્ડર મંજુર થવા સુધી બે માંથી જે વ્હેલુ હોય ત્યાં સુધી ની મુદત અને ખર્ચ રૂા. ૧૨૦૦ લાખ પ્રોરેટા અનુસાર મંજુર કરવામાં આવ્યું હતું.આમ આજે કુલ રૂા. ૧૮ કરોડ પપ લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial