Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષની કેદ અને દંડ ફટકારાયોઃ
જામનગર તા. ૧૫: જામનગરની એક સોસાયટી દ્વારા સભાસદ સામે ચેક પરત ફરવા અંગે અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયેશ વિઠ્ઠલભાઈ સોરઠીયાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા જયેશભાઈએ રૂા.૨૪૯૦૦નો ચેક આપ્યો હતો.
તે ચેક સોસાયટીએ બેંકમાં ડિપોઝિટ કરતા પરત ફર્યાે હતો. તેથી નોટીસ પાઠવ્યા પછી સોસાયટીએ કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ મુજબ જયેશભાઈ વિઠ્ઠલભાઈ સોરઠીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial