Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા પછી ચાલુ જ થયો નથી
ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયા શહેરમાં 'નામ બડે - દર્શન ખોટે' જેવા હાલ અનેક સુવિધાના કામોમાં થઈ રહ્યાં છે.
ખંભાળલીયામાં રૂા. ૪૫ લાખના ખર્ચે સ્વીમીંગ પૂલ બનાવાયો, સારી સુવિધા સાથેના આ સ્વીમીંગ પૂલનું ઉદ્ઘાટન ભારે વાહવાહી સાથે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે એકાદ વરસ પહેલાં કરવામાં આવ્યું... આ પ્રસંગે સરકારની અને ચૂંટાયેલા તથા કેટલાક નિવેદનીયા નેતાઓની ભરપેટ પ્રસંશા થઈ.
પણ... આ સ્વમીંગ પૂલના ઉદ્ઘાટન/લોકાર્પણ પછી બંધ હાલતમં જ છે. એકપણ દિવસ માટે નગરજનો આ પૂલનો ઉપયોગ કરી શક્યા નથી.
આ સ્વીમીંગ પૂલ ધૂળ ખાઈ રહ્યો છે, અને પ્રજાના નાણામાંથી રૂા. ૪પ લાખ જેવા જંગી ખર્ચે બનેલ સ્વીમીંગ પૂલ હવે જર્જરીત થઈ રહ્યો છે.
આજની યુવા પેઢીને તરતા આવડતું નથી, ત્યારે આ સ્વીમીંગ પૂલની સુવિધા શરૂ જ થઈ ન હોવાથી ખંભાળીયામાં તો મોટી-મોટી વાતો કરનારા અને રજૂઆતોને સફળતા જેવા નિવેદનો સાથે લીંબડીયો જશ ખાટનારાઓની હાલત કફોડી અને હાસ્યાસ્પદ બની રહી છે.
જો કે, સ્વીમીંગ પૂલ એક-દોઢ વરસથી બંધ હોવાના આ અહેવાલ પછી ફરીથી કોઈ નિવેદનીયા રજૂઆત કરવા અને સસ્તી / મફતમાં પ્રસિદ્ધિ મેળવવાની હરકતો કરવાના જ છે !
ખંભાળીયામાં ઘી નદીમાં ગાંડી વેલની સમસયા અંગે પણ સમયાંતરે અને વારંવાર રજૂઆતો થાય, સરકાર દ્વારા કામ થઈ જેવી પ્રસિદ્ધિ થતી જ રહે છે, પણ ઘી નદીમાં ગાંડી વેલની ગંભીર સમસ્યા અંગે રાજકીય ઉચ્ચ પદે ચૂંટાયેલા નેતા/મંત્રી કે સ્થાનિક નેતાઓ પણ વરસોથી સદંતર નબળા પૂરવાર થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
ઉનાળો શરૂ થાય તે પહેલા લાખોના ખર્ચે બનેલ આ સ્વીમીંગ પૂલની સુવિધા લોકોને મળે તેવી નગરજનો અપેક્ષા રાખી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial