Advertisement
Author: નોબત સમાચાર

અંબર ચોકડી પાસે બે શખ્સ વચ્ચે ઢીસૂમ ઢીસૂમઃ પોલીસ દોડી

દારૂ વેચાતો હોવાની જાણથી ખરીદવા આવ્યો હતો નેપાળીઃ

જામનગર તા. ૧૫: જામનગરની અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસમાં મોડી રાત્રે દેશી દારૂ લેવા આવેલા એક શખ્સ તથા અન્ય એક વચ્ચે કોઈ બાબતે જામી પડી હતી. દોડી આવેલી પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. આ સ્થળે દારૂ મળતો હોવાની નેપાળી શખ્સને જાણ થઈ હતી પરંતુ પોલીસ અજાણ રહેતા આશ્ચર્ય પ્રસર્યું છે. આ વિસ્તાર નશાખોરોના દંગલ, પજવણીથી કુખ્યાત થતો જઈ રહ્યો છે.

જામનગરના નર્મદા સર્કલ (અંબર ચોકડી) પાસે આવેલી રેલવે વિભાગની જગ્યામાં બાવરીવાસ ઉભો થઈ ગયો છે. તે સ્થળે અવારનવાર માથાકૂટ થતી રહે છે અને કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

તે જગ્યા ખાલી કરાવવા માટે અગાઉ પણ રેલવે વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે તેમ છતાં કાર્યવાહીના બીજા- ત્રીજા દિવસે જ ફરીથી ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. દેશી દારૂ ગાળવા ઉપરાંત નશાની હાલતમાં લોકોને પજવણી કરવી તે સામાન્ય બાબત બનતી જાય છે

તે દરમિયાન અહીં દેશી દારૂ મળે છે તેવી વિગત મળતા એક નેપાળી શખ્સ ત્યાં દારૂની 'ખરીદી' કરવા આવ્યો હતો. આ વેળાએ ખરીદનાર તથા વેચનાર વચ્ચે કોઈ બાબતે ડખ્ખો થઈ જતાં તમાશો બની ગયો હતો.

મોડીરાત્રે નશામાં રહેલા નેપાળી શખ્સ પાસેથી કોઈ કારણે એક શખ્સે પૈસા તથા મોબાઈલ ઝૂંટવી લીધા હતા. બંને વ્યક્તિએ સામસામા બોચા પકડી ગાળાગાળી શરૂ કરી હતી. તે દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ધસી આવી હતી. મોબાઈલ ઝૂંટવી લેનાર શખ્સને પોલીસે અટકાયતમાં લીધો હતો. મોડીરાત્રે પણ કેટલાક કુતૂહલપ્રેમી લોકો એકઠા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જે નેપાળી શખ્સ દારૂ ખરીદવા આવ્યો હતો તેને અહીં દારૂ મળે છે તેવી ખબર પડી ગઈ હતી પરંતુ અહીં દારૂ વેચાય છે તેની કદાચ પોલીસને ખબર ન હતી તેથી આ દંગલ સર્જાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh