Advertisement
Author: નોબત સમાચાર

રામેશ્વરનગર પાસે પટેલવાડીમાં મોડી રાત્રે મકાનમાં મોટર ઘૂસીઃ ચાલકનું થયું મૃત્યુ

ભોગાત પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા વૃદ્ધનું નિપજ્યું મૃત્યુઃ

જામનગર તા. ૧૫: જામનગરના નવાગામ ઘેડ સ્થિત પટેલવાડીમાં ગઈરાત્રે ત્રણેક વાગ્યે એક મોટર રોડ પર આવેલા મકાનની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મોડીરાત્રે ગાય આડી આવતા આ અકસ્માત સર્જાયાનંુ પોલીસ સમક્ષ જાહેર થયું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે. ભાટીયા તરફ જઈ રહેલા કલ્યાણપુરના નાવદ્રા ગામના વૃદ્ધનું બાઈક સ્લીપ થતાં તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૬ના છેવાડે વ્રજવિહાર ટેનામેન્ટમાં રહેતા પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૪૮) નામના યુવાન ગઈ રાત્રે સવા ત્રણેક વાગ્યે જીજે-૧૦-ડીજે ૮૨૮૦ નંબરની સ્વીફટ મોટર લઈને નવાગામ ઘેડમાં આવેલી પટેલવાડીમાંથી જતા હતા.

આ વેળાએ એક ગાય મોટર આડે ઉતરતા તેને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પ્રફુલસિંહ ની મોટર નજીકમાં આવેલા એક મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાઈ પડી હતી અને અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બંને પગના ગોઠણ સહિતના શરીરના ભાગોમાં ઈજા પામેલા આ યુવાનને ૧૦૮ માં જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ દિલીપસિંહ જાડેજાએ પોલીસને વાકેફ કરી છે. ધસી ગયેલા પોલીસ કાફલાએ તપાસ હાથ ધરી છે. મોડીરાત્રે બનેલા આ બનાવ વેળાએ પણ મોટર દીવાલ તોડીને અંદર ઘૂસતા થયેલા અવાજના પગલે ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસે તે વિસ્તારના કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગયા સોમવારે સવારે પોતાના મોટરસાયકલ પર દ્વારકા-સોમનાથ રોડ પરથી ભાટિયા તરફ જતા હતા.

આ વેળાએ ભોગાત ગામ પાસે એક ખેતર નજીક કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયેલા હરદાસભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અશોક કંડોરીયાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh