Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગર વિસ્તારમાં ખડકાયેલા કચરાના ગંજથી રોગચાળાની દહેશત

મ્યુનિ. કમિશનરને નાગરિકે પાઠવ્યો મેઈલઃ

જામનગર તા. ૧પઃ જામનગરના રણજીતનગર વિસ્તારમાં પડેલા કચરાના ઢગલાના કારણે તે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તેવી શક્યતા વ્યક્ત કરી એક નાગરિકે મ્યુ. કમિશનરને મેઈલ પાઠવી રજૂઆત કરી છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં કેટલાક સમયથી અમૂક ગલીમાં કચરાના ઢગલા પડ્યા હોવાથી તે વિસ્તારમાં રોગચાળો પગપેસારો કરે તેવી દહેશત તોળાઈ રહી છે.

ઉપરોક્ત બાબતની તે વિસ્તારના રહેવાસી રીકીન અનિલભાઈ શાહ નામના આસામીએ મેઈલના માધ્યમથી જામનગરના મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ આ સ્થળે કચરાના ઢગલા કરી જનાર જવાબદાર કર્મચારી સામે પગલાં ભરવા તથા કચરાના ઢગલા દૂર કરવા માંગ કરી છે.

આમ, છતાં જો આ કાર્યવાહી કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ઉપરોક્ત રજૂઆતની નકલ રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ તથા એસડીએમ અને જિલ્લા મેજી.ને આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh