Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ ટકા વ્યાજ, ખર્ચ પણ ચૂકવવાનું થશેઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક મહિલાએ મેડીકલેઈમ મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. તેઓને વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના રમાબેન રામજીભાઈ હીંગરાજીયાએ વર્ષ ૨૦૨૨માં નીવા બુપા હેલ્થ ઈન્સ. કંપની પાસેથી મેડિકલેઈમ મેળવ્યો હતો. રૂા.૧૦ લાખના વીમા માટે તેઓએ રૂા.૨૨ હજાર ઉપરાંતનું પ્રિમિયમ ચૂકવ્યું હતું. વીમાના સમયગાળા દરમિયાન આ મહિલા બીમાર પડતા તેઓએ અમદાવાદમાં સારવાર લેવી પડી હતી.
જેમાં તેઓની શસ્ત્રક્રિયા કરવામાં આવતા રૂા.પ લાખ ઉપરાંતનો ખર્ચ થયો હતો. તેના તમામ બીલ, વગેરે કાગળો વીમા કંપનીને આપવામાં આવ્યા હતા. તેમ છતાં વીમા કંપનીએ કલેઈમ ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો. આથી વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ૯ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા તથા ફરિયાદ ખર્ચ અને ત્રાસ બદલ રૂા.૭ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial