Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૌરાણિક દ્વારકાના થીમ ઉપર રજુ થયો અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં તથા બેટદ્વારકામાં ૪૧૦૦ કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરવા માટે તથા સુદર્શન સેતુના લોકાર્પણ માટે તા. રપ/ર ના આવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ગઈકાલે ગોમતીજીના કાંઠે ભવ્ય્ મહા આરતી તથા પૌરાણિક દર્શન દ્વારકાની થીમ ઉપર આધારીત વોટર પ્રોજેક્શન સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી વિગેરે જોડાયા હતાં તથા મહાઆરતી કરીને દ્વારકા તથા ગુજરાતની જનતાના આરોગ્ય તથા સુખાકારીની મનોકામના સાથે પ્રાર્થના કરી હતી. રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા મૂળુભાઈ બેરા તથા સાંસદે દ્વારકા તથા હાલારના કરોડોના વિકાસ કાર્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રપ/ર ની મુલાકાત ઐતિહાસિક બનશે તેમ જણાવીને સુદર્શન સેતુના નયનરમ્ય દર્શન તથા સુંદર સમુદ્ર પરનો નજારો અદ્ભુત હોય દેશ-વિદેશમાં હાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, ત્યારે દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન તથા ભવ્ય રોડ શો તથા તેમાં પરંપરાગત ગામઠી તથા વિવિધ સમાજોના પોષાકો તથા પહેરવેશ સાથે વિવિધ સમાજ દ્વારા રસ્તાની બન્ને બાજુ સ્ટેજ બનાવીને અદ્ભુત સ્વાગતનું આયોજન પણ થયું છે અને વડાપ્રધાનની મુલાકાત ઐતિહાસિક બનશે. મહાઆરતી તથા ભવ્ય લાઈટ શોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો તથા પ્રવાસીઓ પણ જોડાયા હતાં તથા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તથા ભાજપના કાર્યકરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial