Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વ્યક્તિને થઈ ગયા ફ્રેક્ચરઃ અન્યને સામાન્ય ઈજાઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર નજીકના દરેડમાં ગેસ રીફીલીંગનો વ્યવસાય કરતા બે આસામી વચ્ચે સામસામે દુકાન હોવાથી ધંધાખાર ઉત્પન્ન થયો હતો. તેના કારણે ગઈકાલે બંને વચ્ચે થયેલા ઝઘડા પછી છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ફ્રેક્ચર થઈ ગયા છે અને અન્યને ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે દસ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડ પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતા અને દરેડમાં આલ્ફા હાઈસ્કૂલ પાસે ગેસ રીફીલીંગનો વ્યવસાય કરતા કાસમ યુનુસભાઈ બુઢાણી તથા તેના પિતા યુનુસ ઉર્ફે ભૂરાભાઈ બુુઢાણી ગઈકાલે બપોરે પોતાની દુકાન પાસે હતા ત્યારે તેની સામે જ દુકાન ચલાવતા અશરફ ઉર્ફે સુલેમાન ઈસ્માઈલ બુઢાણીએ કચરો ફેંકતા દુકાન પાસે કચરો ન ફેંક તેમ કહેવા જતાં કાસમ અને તેના પિતા યુનુસ પર પાઈપ, ધોકા વડે અશરફ, હાજી જુમા બુઢાણી, બશીર ઈસ્માઈલ બુઢાણી, મોહસીન બશીર બુઢાણી ઉર્ફે ઘોઘા નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.
હુમલાખોરમાંથી હાજી જુમાએ કાસમની દુકાનમાં કામ કરતા મજૂરને બોલાવી તેની દુકાનમાં કામ ન કરવા પણ કહ્યું હતું. તે બાબત પણ માથાકૂટનું કારણ બની હતી. યુનુસભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી કાસમે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પંચ. બી ડિવિઝન પોલીસે ચારેય હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
આ ફરિયાદની સામે હાજી જુમાભાઈ બુઢાણીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કાસમ બુઢાણીની દુકાન સામે જ તેઓ પણ ગેસ રીફીલીંગનો વ્યવસાય કરે છે. ધંધાખારના કારણે કાસમ અને તેના પિતા હાજી જુમાની દુકાનમાં કામ કરતા મજૂરને ધમકાવતા હતા. તે પછી ગઈકાલે બપોરે પિતા, પુત્રએ હાજીની દુકાને આવી ગાળો ભાંડ્યા પછી એજાઝ યુનુસ બુઢાણી, અકબર યુનુસ, હુસેન યુનુસ, હસન ઉર્ફે ડાલોને બોલાવી લીધા હતા અને છએય શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. હુમલામાં સલેમાનને માથામાં ઈજા થઈ છે અને પગમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે બશીરને પણ ઈજા થઈ છે. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લઈ આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial