Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ

રૂા.૨,૦૬,૪૧૧નો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવી તેના સભાસદે આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૂા.૨ લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ ગોસાઈ રવિન્દ્રગીરી ભગવતગીરીએ લોન મેળવી સોસાયટીને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રવિન્દ્રગીરી ગોસાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂા.૨,૦૬, ૪૧૧નો દંડ ફરમાવ્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, એમ.જી. કાલસરીયા, જી.જી. મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh