Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં મોર્ડન એન્જીનીયરીંગની કમાલ સમાન સુદર્શન સેતુ તૈયાર થઇ ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ ફેબ્રુઆરીએ તેનું લોકાપર્ણ કરવાનાં છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતા સુદર્શન સેતુનાં આરંભથી નિર્માણ સુધીની સફર પર નજર કરીએ
ઓખા અને બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવાનું સપનું ઘણા દાયકાઓથી જોવાતું હતું. ખાસ કરીને યાત્રિકોની સુવિધા માટે બેટ દ્વારકા પહોંચવા માટે સમુદ્રમાં સેતુ બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ ન હતા ત્યારથી તેમનાં મનમાં રમતો હોવાનું માનવામાં આવે છે પરંતુ આખરે વર્ષ ૨૦૧૬ માં તેમનાં વિચારને ડ્રીમ પ્રોજેક્ટ રુપે અમલમાં મૂકવાની તજવીજ હાથ ધરાઇ હતી. તત્કાલીન કેન્દ્રીય પરીવહન મંત્રી (વર્તમાનમાં પણ એ જ છે) નીતીન ગડકરી દ્વારા વર્ષ ૨૦૧૬ માં સુદર્શન સેતુનાં પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી હતી. અને દેશભરમાં વિરાટકાય પુલ સહિતનાં મેગા પ્રોજેક્ટ કરવા માટે જાણીતી એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપની ને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો.
સુદર્શન સેતુનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૧૮ થી આરંભ થયું હતું. સમુદ્રની વચ્ચે આ પુલ બનાવવો એન્જીનીયરો માટે એક પડકાર સમાન હતું પરંતુ દ્રઢ નિશ્ચય અને ટેક્નોલોજીનાં ઉપયોગ તથા આધુનિક પ્રયોગોનાં પ્રતાપે બ્રીજ સાકાર થયો છે.
દેવભૂમિ દ્વારકા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા બ્રીજની વિશેષતાઓ સહિતની જાણકારી આપવામાં આવી હતી.
સમુદ્રમાં ૧૩૦ મીટર ઉંચાઇ ધરાવતા પાયલોન ઉભા કરવામાં આવ્યા છે. પવનની ગતિ ૪૦ કિ.મી. થી વધુ હોય ત્યારે નિર્માણકાર્ય અટકાવી દેવાની ફરજ પડતી હતી. ઉપરાંત કોરોનાકાળ સહિતનાં પરીબળોને કારણે નિર્માણ કાર્ય ધાર્યા કરતા ધીમી ગતિએ થયું. એક પાયલોનનું વજન ૧૪ હજાર ટન જેટલું છે અને બ્રીજ પર કુલ ૧૫૨ કેબલ લગાડવામાં આવ્યા છે. સુદર્શન સેતુ કર્વલાઇન ડિઝાઇનવાળા મહાકાય પાયલોન ધરાવતો દેશનો સૌપ્રથમ બ્રીજ કહેવામાં આવી રહ્યો છે. અને બે પાયલોન વચ્ચેનો ગાળો ૫૦૦ મીટર જેવો છે એ પણ રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનાં સ્થાપત્યમાં વિક્રમરૂપ છે.
કુલ ૨.૩૨ કિ.મી. (૨૩૨૦ મીટર) લંબાઇ ધરાવતા બ્રીજનો ૯૦૦ મીટર જેટલો ભાગ કેબલ સાથે લટકતો હોવા છતા ઝૂલતો નથી જેને મોર્ડન એન્જીનીંયરીંગની કમાલ કહી શકાય. સ્ટ્રાઇકીંગ 'એ' આકારનાં (કમાન જેવાં આકારનાં) તોરણોથી આ બ્રીજની રમણીયતા ખીલી ઉઠે છે.
બ્રીજ પર વાહન વ્યવહાર માટે ચાર માર્ગીય વ્યવસ્થા છે. કુલ ૨૭.૨૦ મીટર પહોળાઇ ધરાવતા બ્રીજ પર બંને બાજુ ૨.૫૦ મીટરની ફૂટપાથ છે રાહદારીઓ તથા સાયકલ સવારો માટે ઉપયોગી થશે. ફૂટપાથ પર રાહદારીઓ માટે ૧૨ વ્યૂઇંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે. કાર્વિંગ પત્થર ઉપર ગીતાજીનાં શ્લોકો અંકિત કરી સેતુનાં માર્ગને જીવન માટે પણ માર્ગદર્શક બની રહેશે.
બ્રીજ સાથે જ અનેક સોલાર પેનલ લગાડવામાં આવી છે જેનાંથી સાંજ પડતા જ બ્રીજ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠશે તથા ૧ મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થશે. બ્રીજ વડે જ વીજકેબલો બેટ દ્વારકા સુધી જોડી દેવાતા બેટ દ્વારકાની વીજ સમસ્યા પણ હલ થશે. જેને પગલે આ બ્રીજ પ્રવાસીઓની સુવિધા સાથે જ સ્થાનિકોની સુવિધામાં પણ વધારો કરશે એમ કહી શકાય.
પાયલોન ઉપર મોરપીંછ અંકિત કરી બ્રીજને કૃષ્ણ ભક્તિનું પ્રતિક બનાવવામાં આવ્યો છે.બ્રીજનું લોકાર્પણ થઇ ગયા પછી યાત્રાધાય દ્વારકાની બે યાત્રામાં પ્રવાસનનાં નવા રંગો ઝળહળી ઉઠશે. જેટલા યાત્રિકો વહાણ વાટે ઓખા થી બેટ દ્વારકા પહોંચે જે તેનાથી અનેક ગણી વધુ સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ હવે સુદર્શન સેતુ વડે બેટ દ્વારકા પહોંચશે વયોવૃદ્ધ ભક્તો કે જેઓ વહાણમાં ચડવા - ઉતરવામાં સક્ષમ ન હોય તેઓ પણ હવે સરળતાથી જમીન માર્ગે બેટ દ્વારકા પહોંચી બેટ દ્વારકા પહોંચી ઠાકોરજીનાં દર્શન કરી શકશે. કોરોનાકાળ પછી દ્વારકામાં બારેમાસ યાત્રિકોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે દ્વારકા ફરી તેનાં સુવર્ણયુગ તરફ જઇ ર હી હોવાની પ્રતિતિ થયા છે. સુદર્શન સેતુ પછી 'દ્વારકા કોરીડોર' પ્રોજેક્ટની અમલવારીની પ્રતીક્ષા થઇ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial