Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રોડ શો રૂટ પર ચેકીંગઃ ૯ એસપી, ૨૫ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તૈનાતઃ
જામનગર તા. ૨૪ઃ દેવભૂમ દ્વારકામાં આવતીકાલે ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજના લોકાર્પણ માટે વડાપ્રધાન આવી રહ્યા છે. આજે રાત્રે વડાપ્રધાન જામનગર આવી પહોંચશે અને રાત્રિ રોકાણ જામનગરના સર્કીટ હાઉસમાં કરશે. બે દિવસના તેમના આ કાર્યક્રમ માટે રાજ્યના મુખ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. રેન્જ આઈજીની રાહબરી હેઠળ નવ એસપી સહિતનો પોલીસ કાફલો ખડેપગે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં આવતીકાલે સુદર્શનના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તે માટે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં રાજકોટ રેન્જ આઈજીના વડપણ હેઠળ જામનગર, દ્વારકા જિલ્લા પોલીસવડા ઉપરાંત સાત એસપીના માર્ગદર્શન નીચે પોલીસ કાફલો વોચ રાખી રહ્યો છે.
આવતીકાલે સુદર્શન બ્રિજના લોકાર્પણ પહેલાં આજે જામનગર આવી રહેલા વડાપ્રધાન જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે ત્યારે તેમના સુરક્ષા બંદોબસ્તમાં ૨૫ ડીવાયએસપી, ૬૦ પીઆઈ, ૭૦ પીએસઆઈ અને ૧૫૦૦ પોલીસ જવાનો ચાંપતી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. સુદર્શન બ્રિજ ઉપરાંત જે જે સ્થળે વડાપ્રધાન જવાના છે ત્યાં તમામ સ્થળોએ સુરક્ષા જવાનો ગોઠવાઈ ગયા છે.
સુદર્શન બ્રિજ ઉપરાંત વડાપ્રધાનની જ્યાં સભા રાખવામાં આવી છે તે એનડીએચ ગ્રાઉન્ડ, દ્વારકા સ્થિત જગતમંદિર, બેટ દ્વારકાના મંદિર સહિતના સ્થળોએ મજબૂત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. પોલીસની સાથે હોમગાર્ડઝ તથા જીઆરડીના જવાનો પણ બંદોબસ્ત રાખી રહ્યા છે. દરિયામાં સઘન બોટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બેટ-દ્વારકામાં વડાપ્રધાન દર્શનાર્થે પહોંચે તે પહેલાં મંદિરની આજુબાજુના મકાનોની અગાસીમાં દૂરબીન સાથે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર આયોજનને રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાયની સૂચનાથી આખરી ઓપ અપાઈ રહ્યો છે.
તે દરમિયાન જામનગરમાં આજે રાત્રે વડાપ્રધાનના યોજાનારા રોડ શોના રૂટ પર જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તેમજ એસપીજીના જવાનોએ રૂટ રિહર્સલ યોજ્યું હતું. ગઈ રાત્રે સમગ્ર રૂટ પર એસપીજીની ત્રણ ટીમ અને પોલીસ ટીમ ચકાસણી માટે પહોંચી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial