Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીઃ બેઠક વહેંચણીઃ
નવી દિલ્હી તા. ર૪ઃ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઈ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીની આમઆદમી પાર્ટી દિલ્હીમાં ૪ બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ ૩ બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બન્ને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે હરિયાણામાં ૯ સીટો પર કોંગ્રેસ અને ૧ સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ બે સીટ તથા કોંગ્રેસ ર૪ બેઠક પર લડવા માટે સહમત થઈ ગયા છે.
આપ તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદસિંહ લવલીએ પ્રેસ કોન્ફરનસમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે, ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે અને ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયાની જાહેરાત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial