Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખામાં અજાણ્યા પુરૂષનું હૃદયરોગના હુમલાથી મૃત્યુઃ
જામનગર તા. ૨૪ઃ ધ્રોલના મોડપર ગામમાં એક ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે શ્રમિક તરૂણને ડબલામાંથી ઉડેલી દવાના કારણે ઉલ્ટીઓ થઈ હતી. તે પછી સારવારમાં આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નિદ્રાધીન રહેલા અજાણ્યા પુરૂષનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં આવેલા કરશનભાઈ પીપરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલાના ગામના વતની રાહુલ ધુળીયાભાઈ મેડા (ઉ.વ.૧૭) નામના તરૂણ ખેતરમાં ઉગેલી ડુંગળીમાં ગઈ તા.૧૪ની બપોરે દવાનો છંટકાવ કરતા હતા.
આ વેળાએ દવાનું ડબલુ ખોલવા જતાં તેમાંથી રાહુલના મ્હોં પર દવા ઉડી હતી. તેના કારણે ઉલ્ટી-ઉબકા થવા લાગતા આ તરૂણને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ થયું છે. મોરબી જિલ્લાના નેકનામ ગામમાં ખેતમજૂરી કરતા જીતરાભાઈ નબડાભાઈ મેડાએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા ઉશેેશ્વર મહાદેવ મંદિરની બહાર ફૂટપાથ પર ગઈકાલે સાંજે ચાલીસેક વર્ષના એક અજાણ્યા પુરૂષ સૂતા હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજતા ઓખામાં ગેરેજ ચલાવતા જીતેન્દ્ર ભીમજીભાઈ ખારવાએ પોલીસને જાણ કરી છે. આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ અજાણ્યા પુરૂષના ડાબા હાથમાં જયશ્રી રામ અને જમણા હાથમાં અંગ્રેજીમાં એમજે શબ્દ ત્રોફાવેલા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial