Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ-દ્વારકાને જોડતા બ્રીજ સહિત દ્વારકા મંડળથી પોરબંદરમાં ટુરિઝમ ડેવલપમેન્ટની સંભાવનાઓ અંગે
નિવૃત્ત સહાયક માહિતી નિયામક વિનોદભાઈ કોટેચાએ જણાવ્યું કે, તેઓ વર્ષ-૧૯૯૬ થી ૧૯૯૯ અને વર્ષ-ર૦૦૧ થી વર્ષ-ર૦૧૩ સુધી દ્વારકાથી રાજય સરકાર સંચાલિત માહિતી-સહ-પ્રદર્શન કેન્દ્રમાં બજાવેલી ફરજો દરમિયાન માહિતી ખાતાની ફિડબેક ચેનલ મારફતે બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે બ્રીજ બાંધવાના સ્થાનિક તથા પ્રવાસીઓના પ્રતિભાવો રાજય સરકારના સંબંધિત વિભાગો અને મંત્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને રાજયના માહિતી નિયામક મારફતે મોકલ્યા હતાં, અને તેની નોંધ લેવાઈ હતી અને રાજય સરકારના સચીવકક્ષાના અધિકારીઓ દ્વારા વખતોવખત દ્વારકા અને જામનગરમાં યોજાતી પ્રવાસન વિકાસની બેઠકો, યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકો તથા જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકોમાં પણ આ મુદ્દે ચર્ચા-પરામર્શ થતા રહેતા હતાં.
તેમણે કહ્યું કે, તેઓએ સમયગાળામાં ફીડબેક ચેનલ દ્વારા દ્વારકા જગત મંદિર સંકુલ, ગોમતીઘાટ, પંચકૂઈ વિસ્તાર, ભડકેશ્વર, નાગેશ્વર, શિવરાજપુર અને ડન્ની પોઈન્ટ બીચ તથા હર્ષદ સુધીની પ્રવાસી સરકીટના વિકાસ માટે પણ સ્થાનિક અગ્રણીઓ, બહારથી આવતા મહાનુભાવો, પત્રકારો, અધિકારીઓ, પ્રવાસીઓ, સંતો-મહંતો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે માહિતી કેન્દ્રમાં જૂથ ચર્ચાઓ, સંવાદો અને બેઠકો યોજીને તેઓના પ્રતિભાવોનું સંકલન કરીને માહિતી નિયામક મારફત સરકારને મોકલ્યા હતાં, જેના અનુસંધાને પણ તબક્કાવાર નોંધ લેવાઈ હતી અને દરેક વખતે બેટ-દ્વારકાના બ્રીજની જરૂરનો ઉલ્લેખ થતો હતો.
તેમણે કહ્યું કે, આ ગ્રુપ ચર્ચાઓ માહિતી કેન્દ્ર દ્વારા દ્વારકાના જુદા-જુદા સ્થળે પણ યોજી હતી. આ દરમિયાન પ્રવર્તમાન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી દ્વારકાની શારદાપીઠના બ્રહ્મવારીજીના પદે બિરાજમાન હતા, તે ઉપરાંત સ્વામીનારાયણ સંત ગોવિંદ સ્વામી, ભાવિ સેવાશ્રમના સંત શ્યામાનંદજી, દ્વારકાના અન્ય સંતો, લેખકો, પ્રોફેસરો, સ્થાનિક અગ્રણીઓ, સમાજો-સંસ્થા, ટ્રસ્ટોના સંચાલકો, અધિકારીઓ, ઈતિહાસવિંદ પુષ્કરભાઈ ગોકાણી, સ્થાનિક પ્રેસ મીડિયાના મિત્રો, દેવસ્થાન સમિતિના અધિકારીઓ, વહીવટદાર, પુરાતત્ત્વ વિભાગ તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ, શિક્ષણવિદ્દો, ગુગળી સમાજ, અબોટી સમાજ તથા અન્ય સંલગ્ન સમાજોના પ્રતિનિધિઓ, પ્રવાસન નિગમના અધિકારીઓ, હોટલ તોરણના મેનેજર, વિવિધ સેવાભાવિ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિગેરેના પ્રતિભાવો મેળવીને સંકલન કરીને ફિડબેક ચેનલ મારફત રાજય સરકારને મોકલ્યા હતાં અને તેમાં દ્વારકાની માળખાકીય સુવિધાઓ વધારવા, લાંબા અંતરની બસ-ટ્રેન સેવાઓ વધારવા, દ્વારકા-બેટ-દ્વારકા, નાગેશ્વર-હર્ષદ, પોરબંદરને સાંકળીને ટુરિઝમ ડેવલપમેન્ટ, ઓખામઢી, હર્ષદ, ડન્ની પોઈન્ટ, શિવરાજપુર જેવા બીચ વિકસાવવા તથા દ્વારકામાં પોરબંદર જેવી ચોપાટી, યાત્રિકોને નિવાસ, ભોજન અને વિશ્રામની સુવિધાઓ, સંચાર અને બેંકીંગ વ્યવસ્થાઓ, માર્ગો, માળખાકીય સગવડો, મંદિર સંકુલોના વિકાસ સહિતની વિગતવાર ફિડબેક રિપોર્ટ રાજય સરકારને મોકલ્યા હતાં અને તે પછી તબક્કાવાર તેના સંદર્ભે ઉચ્ચકક્ષાએથી પ્રવાસન વિભાગ, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અન્ય વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહીના સંદર્ભે યોજાતી બેઠકોમાં પણ....
તે સમયે દ્વારા, ઓખા, મીઠાપુર અને સૂરજકરાડી વિસ્તારની તમામ સ્થાનિક પત્રકાર મિત્રોએ પણ બેટ-દ્વારકાના પૂલની માંગણી સહિતના ટુરિઝમ વિકાસના અહેવાલો પણ પ્રસિદ્ધ કર્યા હતાં, અને સક્રિય સહયોગ આપ્યો હતો.
રાજય સરકાર તરફથી તબક્કાવાર આ સંદર્ભે થતી કાર્યવાહી માટે જે-તે સમયથી હાલારના ધારાસભ્યો, સાંસદો, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ યશભાગી ગણાય, કારણ કે વિવિધ સ્તરે તેઓને પણ અસરકારક રજૂઆતો કરી હતી, અને તેમાં દ્વારકા દેવસ્થાન સમિતિના વખતોવખતના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, સભ્યો તથા વહીવટદારોની પણ સક્રીય ભૂમિકા રહી હતી અને સરકારના હકારાત્મક અભિગમના કારણે આજે સંતોષજનક પરિણામો દેખાયા છે.
તેમણે કહ્યું કે, માહિતીખાતામાં જોડાતા પહેલા પ્રેસ રીપોર્ટર તરીકે પણ તેમણે બેટ-દ્વારકા, હર્ષદ વિગેરેને જોડતા બ્રીજની જરૂર જણાવતી લોકોની માંગણીઓને વર્ષ-૧૯૭૦ ના દાયકાથી વાચા આપી હતી. આજે જ્યારે બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રીજ સહિત દ્વારકા અને અન્ય યાત્રાધામોના થઈ રહેલા વિકાસકામોને નિહાળીને આત્મસંતોષ અનુભવાયઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial