Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીમાં આંશિક વધારોઃ
જામનગરમાં છેલ્લા ૩ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૭.૬ ડીગ્રી સુધી ઘટીને ૧૩.૪ ડીગ્રીએ પહોંચી જતા નગરમાં પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જામનગરમાં તેજીલા વાયરાઓના દોર વચ્ચે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૩ દિવસમાં લઘુતમ તાપમાન ૭.૬ ડીગ્રી સુધી ઘટીને ૧૩.૪ ડીગ્રીએ પહોંચી ગયું હતું. લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડા અને વેગીલા પવનના પગલે ખાસ કરીને આજે તથા સવારે પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા ઘટીને ૭પ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial