Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોની 'ચલો દિલ્હી માર્ચ' તા. ર૯ ફેબ્રુઆરી સુધી સ્થગિત

સંયુક્ત કિસાન મોરચાની જાહેરાતઃ

નવી દિલ્હી તા. ર૪ઃ સંયુક્ત કિસાન મોરચાના નેતા સરબનસિંહે ખાનેરી બોર્ડર ઉપરથી ખેડૂતોની ચલો દિલ્હી માર્ચને ર૯ ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આગામી તા. ર૯/ર ના દિને રણનીતિ નક્કી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, યુવા ખેડૂત શુભકરણસિંહના અવસાનથી દુઃખી છીએ. આજે ર૪ માર્ચે ખેડૂતો કેન્ડલ માર્ચ યોજશે.

ર૬ ફેબ્રુઆરીએ ડબલ્યુટીઓની બેઠક છે. ત્યારે ખેડૂતો દ્વારા શંભુ અને ખાનેરી બોર્ડર ઉપર સેમિનાર યોજશે. ખેડૂતો દ્વારા ડબલ્યુટીઓ તેમજ કોર્પોરેટ અને સરકારના પૂતળા દહ્ન કરવામાં આવશે.

ભારતીય કિસાન યુનિયનના અભિમન્યુ કોહાર્ડે કહ્યું કે ખેરી ચોપટાના ખેડૂતો અમારી સાથે ખનૌરી બોર્ડર પર આવવા માંગે છે. પોલીસે તેમના પર હુમલો કર્યો, તેઓએ ટ્રેકર્સના ટાયરને પંચર કરી દીધા, ર૧ ફેબ્રુઆરીએ હરિયાણા પોલીસે ખેડૂતો સાથે જાનવર જેવો વ્યવહાર કર્યો હતો. હરિયાણા પોલીસ ખેડૂતો વિરૂદ્ધ નકલી એફઆઈઆર નોંધી રહી છે. હરિયાણા પોલીસે ખાલસા એઈડ અને પાંચ રિવર મેડિકલ કેમ્પ પર હુમલો કર્યો છે. ભારત જેવી લોકશાહીમાં આ સહ્ય નથી.

ખેડૂત નેતાએ કહ્યું, 'અમે સુપ્રિમ કોર્ટ અને માનવ અધિકાર પંચ સમક્ષ ઘણી બધી બાબતો રજૂ કરવા માંગીએ છીએ. સરહદ પર તબીબી સેવાઓ પૂરી પાડતી એનજીઓને હવે સરકાર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. સરકારે તેના એજન્ટોને આંદોલનમાં સામેલ કર્યા છે. સરબનસિંહ પંઢેર તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા પંજાબ સરકારના હાથમાં છે, પરંતુ જો કોઈ અમને મારશે તો તેઓ આંખ આડા કાન કરશે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh