Advertisement
Author: નોબત સમાચાર

આઈટીઆરએમાં ડાયાબિટીક ન્યુરોપથી માટે નિઃશુલ્ક નિદાન - સારવાર કેમ્પ

તા. ર૬-ર૭ ફેબ્રુઆરીએ વિશેષ ઓ.પી.ડી.ઃ

જામનગર તા. ર૪ઃ જામનગરના આઈ.ટી.આર.એ. ના શલ્યતંત્ર વિભાગ દ્વારા ડાયાબિટીક ન્યુરોપેથી માટે નિઃશુલ્ક નિદાન તથા સારવાર માટેની વિશેષ ઓ.પી.ડી.નું આયોજન આગામી તા. ર૬ અને તા. ર૭-ર-ર૦ર૪ ના દિવસોમાં સવારે ૯ થી ૧ર.૩૦ અને બપોરે ૩.૩૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન શલ્યતંત્ર ઓ.પી.ડી. નં. ર (રૂમ નં. ૧૦૪), પહેલો માળ, ઓપીડી, ડી-બ્લોક, પંચકર્મ ભવન, ધન્વંતરી મંદિર પરિસર હોસ્પિટલ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

ડાયાબિટીસના લક્ષણો જેવા કે પગના તળીયામાં બળતરા થવી, ઝણઝણાટી થવી, પગમાં ખાલી ચડવી, પગમાં દુઃખાવો થવો, પગના અને પંજાના સ્નાયુમાં ખેંચાણ અનુભવવી વિગેરે ચિન્હો જો કોઈને હોય તો આ કેમ્પનો લાભ લેવા આઈટીઆરએના નિયામક વૈદ્ય અનુપ ઠાકર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh